તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતનું જોખમ:જરગાલથી સનાદરાનો માર્ગ બિસ્માર

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરાબ રસ્તાને લઈ એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી

ગળતેશ્વર તાલુકાના જરગાલથી પાલૈયા થઈને સનાદરા જવાનો બે કિલોમીટરનો રસ્તો અત્યંત જર્જરિત થઈ ગયો છે રસ્તાની હાલત એટલી હદે ખરાબ થઈ ચૂકી છે જેને લઈ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ટુ વહિલર વાહનચાલકોને માટે આ રસ્તો ઉટની સવારી બરાબર થઈ ચૂક્યો છે જેને લઈ વાહનચાલકો આ રસ્તા પરથી ઉછળી ઉછળીને કમરનો દુખાવો કરે તેટલી હદે ખરાબ થઈ ચૂક્યો છે.

જેથી અવારનવાર અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે. અને મોટા ખાડાઓને લઈ ગાડીઓ ફસાઈ જવાની ઘટનાઓ પણ બની છે જેને લઈ રીક્ષા ચાલકો પેસેન્જરો હોવા છતાં આ રસ્તા પર આવવા માટે તૈયાર થતા નથી.

જરગાલથી સનાદરાનો રસ્તો એટલી હદે ખરાબ થયો છે જેથી કોઈ ઇમરજન્સી કે હાલમાં કોરોના કાળમાં કોઈ દર્દીને દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ કે 108 બોલાવવામાં આવે તો આ ખરાબ રસ્તાને લઈ એમ્બ્યુલન્સ કે 108 પણ આવી શકતી નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. રોજબરોજના સેંકડો લોકો પોતાના કામકાજ અર્થે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...