તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગળતેશ્વર નજીક મધ્યપ્રદેશનો યુવક પિસ્તોલ-જીવતા કારતૂસ સાથે ઝબ્બે

સેવાલિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11,310નો મુદ્દામાલ જપ્ત કરીને યુવકની તપાસ હાથ ધરી

રથયાત્રાના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોલીસ તંત્ર જિલ્લામાં કોઈ અણબનાવ ન સર્જાય તે માટે કડક પેટ્રોલીંગ કરી રહી છે. જે અંતર્ગત સેવાલિયા પોલીસ પેટ્રોલીંગમાં હતી,ત્યારે તેમને બાતમી મળી હતી કે, હંસ ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં એક યુવક પિસ્તોલ અને કારતૂસ છુપાવીને લાવે છે. આ માહિતીના આધારે સેવાલિયા પોલીસે ગોધરા તરફથી આવતાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતુ.

આ દરમિયાન બાતમી આધારિત હંસ ટ્રાવેલ્સ લક્ઝરી બસ નં યુ.પી 78 એફ 5311ની તપાસ કરી હતી. જેમાં બાતમી વર્ણનવાળા યુવકની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ સલીમુદ્દીન નસરુદ્દીન શાહ (રહે.ઈન્દોર ,મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ કરતાં તેના થેલામાંથી ભારતીય બનાવટની કાળા કલરની મેગઝીનવાળી દેસી પિસ્તોલ અને જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેના વિશે પૂછતાં યુવકે પિસ્તોલનું લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. એટલે પોલીસે આ મામલે યુવક વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો નોંધ્યો હતો. તેમજ પિસ્તોલ નંગ 1ની કિંમત 4 હજાર અને કારતુસની કિંમત 800 રૂા. ગણીને કુલ 11,310નો મુદ્દામાલ જપ્ત કરીને યુવકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...