તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનામાં મૃત્યુ પામેલા 7 શિક્ષક પરિવારોને 45.85 લાખની સહાય

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા ચેક અર્પણ

ઠાસરા ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા પોતાના સભાસદ શિક્ષકોના મૃત્યુ સમયે આર્થિક મદદ કરવાની યોજના અમલમાં મુકેલ છે.આ ઉપરાંત મૃત્યુ પામેલા શિક્ષકો ને બંને તાલુકાના શિક્ષકો દ્વારા પણ ફાળો એકત્ર કરીને સહાય વધુ થાય તેવો આશય રાખવામાં આવે છે. જે મુજબ તાજેતરમાં કોરોના મહામારી દરમ્યાન ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં ફરજ બજાવતા સાત પ્રાથમિક શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા.

જેને ધ્યાને લઇ ને ઠાસરા ગળતેશ્વર ટીચર્સ મંડળીનાં હોદેદારો અને કારોબારી સભ્યો દ્વારા તમામ સાત શિક્ષકોના પરિવારો ની સહાય માટે કુલ 45,85,000 રૂપિયાની રકમ એકત્ર કરીને તમામનાં ઘેર જઈને ચેક અર્પણ કર્યા હતા.ઠાસરા ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીનાં ચેરમેન ગોકળભાઇ ઠાકોર, મંત્રી અજીતસિંહ ઝાલા તેમજ તમામ કારોબારી સભ્યો દ્વારા બંને તાલુકાના મૃત શિક્ષકો નાં પરિવારજનો ને સહાય વહેલી તકે પહોંચાડવાના પ્રશંશનીય પ્રયાસ કર્યા હતા. જેને તાલુકાભરના શિક્ષકોએ આવકાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...