તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની દોડાદોડી:ડાકોરમાં પાણી મુદ્દે મહિલાઓએ પાણી બતાવતા તંત્રની દોડાદોડી

ડાકોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોરમાં પાણીબાબતે મહિલાઓ પાલિકામાં પહોચી હતી. પરંતુ કોઇ અધિકારી નહી મળતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
ડાકોરમાં પાણીબાબતે મહિલાઓ પાલિકામાં પહોચી હતી. પરંતુ કોઇ અધિકારી નહી મળતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો.
  • સપ્તાહથી ગટર મિશ્રિત પાણી આવતુ હતું, હવે તે પણ બંધ થઈ ગયું

યાત્રાધામ ડાકોરમાં ભરચોમાસે પીવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. વોર્ડ નં.2માં પીવાનું પાણી 3 દિવસથી નહીં આવતા સ્થાનિક મહિલાઓ પાલિકામાં પહોંચી હતી. પરંતુ મહિલાઓના પ્રશ્નો સાંભળવા પાલિકામાં કોઈ હાજર ન હતું. જેના કારણે રોષે ભરાયેલી મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. પાલિકામાં હલ્લાબોલ થતાં જ સ્થાનિક સત્તાધીશો દોડી આવ્યા હતા.

ડાકોરના વોર્ડ નં.2 માં નાની ભાગોળ વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં એક સપ્તાહ થી ગંદુ અને ગટરના પાણી મિશ્રિત પાણી આવતુ હતુ. શરૂઆતમાં ગંદુ પાણી આવે, જે વહી ગયા બાદ ચોખ્ખું પાણી પણ આવતુ હતુ. આ આ પરિસ્થિતિ વચ્ચે મહિલા ઓ જેમતેમ ગુજરાન ચલાવી રહી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી નાની ભાગોળ માં પાણી સદંતર બંધ થઇ જતા આજે 50 થી વધુ મહિલાઓ રજુવાત કરવા ડાકોર પાલિકામાં પહોંચી હતી.

મહિલાઓ પાલિકામાં પહોંચી ત્યારે ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ સ્થળ પર હાજર ન હોઇ રજુઆત કરવી તો કોને? તે પ્રશ્ન ઊભો થયો હતો. જેથી મહિલાઓએ પ્રમુખને બોલાવવા માટે હોબાળો મચાવ્યો હતો. મહિલાઓ એ ઉગ્ર હોબાળો કરતા પ્રમુખ મયુરીબેન પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ મહિલાઓને જણાવ્યું હતું કે તેમના વિસ્તાર ના બોરની પાણીની મોટર માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે મોટર આજે જ રીપેર થઇ આવી છે, જેને રાત્રે ફીટીંગ કરાવી દેવાશે, અને કાલે સવારથી પાણી મળતું થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...