હુમલો:ઠાસરાના સુઈ ગામે આધેડ પર બે ઈસમોએ હુમલો કર્યો

ડાકોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધેડ સિમેન્ટના ભુંગળા લેવા ગયા હતા

ઠાસરાના સુઈ ગામે કુવાવાળા ફળ‌િયામાં રહેતા 55 વર્ષિય વિષ્ણુભાઈ ભોઈ 21 તારીખે પોતાના ઘરેથી રસ્તા ઉપર પડેલા જુના રેતી-સિમેન્ટના ભુંગળા જોઈ રહ્યા હતા. આ સમયે ગામના જયંતિભાઈ ભોઈ અને ગણપતભાઈ ભોઈ આવ્યા હતા અને આ ભંગુળા અહીંયાથી લઈ જવાના નથી, તેમ જણાવ્યુ હતુ. \

વિષ્ણુભાઈએ જણાવ્યુ હતુ કે, આ તૂટી ગયેલા ભુંગળા છે, હું જોવા માટે આવ્યો છુ. આટલુ કહતા જ જયંતિભાઈ અને ગણપતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને નજીકમાંથી લાકડી લઈ આવી વિષ્ણુભાઈને માર માર્યો હતો. બુમાબુમ થતા નજીકમાંથી લોકો આવી ગયા હતા અને વિષ્ણુભાઈને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જ્યાં બંને ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ વિષ્ણુભાઈને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. તેમણે બંને આરોપીઓ વિરુદ્ઘ ડાકોર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...