તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડાકોર MGVCLની લાલીયાવાડીથી પરેશાન ગ્રામજનોએ વીજ કંપની પર હોબાળો મચાવ્યો

ડાકોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજૂઆતો છતાં રાત્રીના સમયે જ લાઈટો ગુલ થઈ જતા ગ્રામજનો વિફર્યા

ડાકોર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નજીકના ગામો જેવાકે મૂળિયાદ, ચંદાસર, હરિપુરા, દેવનગર અને ચેતરસુંબાના ખેડૂતો સહિત રહેણાંક ઘરમાં વારંવાર વીજળી ગુલ થઈ જતી હોવાની સમસ્યાને લઈને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. વારંવારની રજૂઆત બાદ પણ વીજ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરતા અંતે હારી-થાકીને ગ્રામજનો દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપનીનો ઘેરાવો કર્યો હતો. આ અંગે પોતાની રજૂઆતો લઈને ડાકોર મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસે ગ્રામજનો તથા ખેડૂતો ગઈકાલ રાત્રે પણ આવ્યા હતા પરંતુ કોઈ સ્ટાફ હાજર ન હોઈ આજે વહેલી સવારે આવી વીજ કંપનીની કચેરીમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.

ચંદાસરના સ્થાનિક આગેવાન વસંત પટેલે જણાવ્યું હતું કે વીજ વિભાગના જે એન્જિનિયર છે ગૌરાંગ કાપડીયા, તે અમદાવાદ થી અપડાઉન કરે છે. તેઓએ નિયમ મુજબ હેડક્વાર્ટર પર જ રહેવાનું હોય છે. ઉપરાંત વારંવાર વીજ કાપ મુકાતા તેમના ઇલેક્ટ્રોનિક સાધનો બંધ રહે છે. સિંચાઈ માટે વપરાતી ઇલેક્ટ્રોનિક મોટર પણ બંધ રહેતા ખેડૂતો ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી. અનેક રજુઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી નહી. થતા ના છુટકે ગ્રામજનો દ્વારા આજરોજ ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...