કાર્યવાહી:મેડિકલ સ્ટોર પર ફાર્માસીસ્ટ ગેરહાજર રહેતા સીલ કરાયો

ડાકોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોરમાં આવેલું ન્યુ મનહર મેડિકલ સ્ટોર પર ફાર્માસીસ્ટ રવિ પટેલ લાંબા સમયથી ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુધી પહોંચતા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પી. કે. પટેલે ગુરૂવારના રોજ આકસ્મીક મુલાકાત લીધી હતી અને તપાસ કરી હતી. જેમાં ફાર્માસીસ્ટ ગેરહાજર જોવા મળતાં મેડિકલ સીલ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ જરૂરી રિપોર્ટ કરી શો કોઝ નોટીસ આપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...