દેવદિવાળીનો ભવ્ય ઇતિહાસ:866 વર્ષ પહેલાં રણછોડરાય કારતક સુદ પૂનમે ડાકોર આવ્યા હતા; ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થયા અને ગાડામાં બેસીને આવ્યા

ડાકોર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
દ્રારકાથી રણછોડરાય ભક્ત બોડાણાના ગાડામાં બેસી ડાકોર પધાર્યા હતા - Divya Bhaskar
દ્રારકાથી રણછોડરાય ભક્ત બોડાણાના ગાડામાં બેસી ડાકોર પધાર્યા હતા
 • દેવ-દિવાળીના દિવસે ઘીના દિવડાઓથી દિપમાળા પ્રજવલ્લિત થશે, મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે

યાત્રાધામ ડાકોરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણીની થનાર છે. 866 વર્ષ પહેલા કારતક પૂનમ સંવત 1212 દેવ-દિવાળીના દિવસે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધિશ ગાડામાં બેસીને ડાકોર આવ્યા હતા. બસ, ત્યારથી ડાકોરમાં દેવદિવાળી ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ખાસ દીપમાળામાં ઘીના દીવા પ્રગટાવીને મંદિરને શણગારમાં આવશે. જેના પ્રકાશથી મંદિર પરિસરમાં ભક્તિનો રંગ ફેલાશે.

આ વર્ષની આ દેવદિવાળી ખાસ એટલાં છે કે, કોરોના કાળ બાદ પહેલી વખત દેવ-દિવાળીએ ભક્તો રાજારણછોડના દર્શનના લ્હાવો લઈ શકશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકોરજીને સવા લાખના રત્નજડિત સોનાના મુગટ, સુંદર આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવશે. અને કાળીયા ઠાકોરના આ મનમોહક રૂપને નિહાળવા દૂર-દૂરથી દર્શનાર્થિઓ આવશે. ફક્ત મંદિર જ નહીં, આખું ડાકોર રણછોડરાયના જયનાદથી ગુંજી ઉઠશે. આ દરમિયાન મંદિર પરિસરમાં દર્શાનાર્થે આવતા ભાવિક ભક્તોએ કોરોના ગાઈડલાનનું અચૂક પાલન કરવાનું રહેશે.

દેવદિવાળી નિમિત્તે ડાકોરના ઠાકોરજી દર્શનમાં ફેરફાર

 • 4.15 કલાકે નીજ મંદિર ખુલશે
 • 4.30 કલાકે મંગળા આરતી થશે. (આરતી સમયે મંદિર બંધ રહેશે)
 • 4.40થી 7.40 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે
 • 7.40થી 8.00 કલાક સુધી ઠાકોરજી બાલભોગ આરોગવા બીરાજશે (આ સમય દરમિયાન મંદિર બંધ રહેશે)
 • 1.30 કલાકે મહાભોર આરતી થશે (મંદિર બંધ રહેશે)
 • 1.35થી 3.00 કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે.
 • 3.00થી 3.30 કલાક સુધી દર્શન બંધ રહેશે.
 • 3.30 કલાકે ઉત્થાન આરતી થશે
 • 3.35થી 6.00 કલાક સુધી
 • સાંજનો સમય 6.00થી 6.20 કલાક સુધી ઠાકોરજી શયનભોગ આરોગશે (દર્શન બંધ રહેશે)
 • 6.20 કલાકે શયનભોગ આરતી થશે.(આરતી સમયે દર્શન બંધ રહેશે)
 • 6.25 શયનભોગ દર્શન થઈ અનુકૂળતા મુજબ સખડીભોગ લઈ ઠાકોરજી પોઢી જશે.
અન્ય સમાચારો પણ છે...