તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી:સાતમે ડાકોરના ઠાકોરના વિવિધ સ્વરૂપોના દર્શન કરી શ્રધ્ધાળુઓ ધન્ય થયા

ડાકોર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંગળા આરતી - Divya Bhaskar
મંગળા આરતી

ડાકોર રણછોડજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સાતમના દિવસે ઠાકોરજીને દિવસ દરમ્યાન વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા હતા. મંગળા આરતી ટાણે રાજા રણછોડે મનમોહક સ્વરૂપ ધારણ કર્યું હતંુ. બપોરે સુંદર વસ્ત્રો અને રત્નોથી શણગાર સજવામાં આવ્યો હતો. જ્યારે સાંજે શયન દર્શનમાં પણ જુદા જ સ્વરૂપમાં જોવા મળ્યા હતા.

જન્માષ્ટમી પૂર્વે ઠાકોરજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જેના પગલે ઠાકોરજીનું મંદિર જયરણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ટ્રસ્ટી મંડળ અને સેવકો રાજારણછોડના જન્મોત્સવની તૈયારીમાં જોતરાઈ ગયા હતા. બાળ સ્વરૂપને વધાવવા માટે મંદિરમાં મોડી સાંજથી તૈયારીઓ આરંભી દેવાઈ હતી.

મંગળા આરતી: સવારે 6:30 વાગે નિજ મંદિર ખુલી 6:45 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ હતી. મંગળા સમયે ભગવાને કેસરીયા પાઘડીમાં અને વસ્ત્રો ધારણ કર્યા હતા. જે સમયના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.

શણગાર આરતી: સવારે 9 વાગ્યાના અરસામાં ભગવાનને સુંદર વસ્ત્રો અને રત્નોથી તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમયે ભગવાનની શણગાર આરતી થઈ હતી. આજના દિવસે ભગવાનના શણગારના દર્શન કરી ભક્તો અભીભુત બન્યા હતા.

શયન દર્શન: સાંજના સમયે ભગવાનના શયન દર્શન થયા હતા. મંગળા આરતી બાદ ફરી એકવાર ડાકોરના ઠાકોર એવા રાજા રણછોડરાય કેસરી પાઘડી સાથે પીળુ પિતાંબર ધારણ કર્યું હતું અને રંગબેરંગી શણગાર સાથે ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન થયા હતા.

શ્રધ્ધાનો સાગર: યાત્રાધામ ડાકોરમાં કૃષ્ણ જન્મોત્સવ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, સાતમના દિવસે સમગ્ર રાજ્યમાંથી ઠાકોરજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ પહોંચ્યા હતા. જેના પગલે મંદિરમાં અને ડાકોર નગરીમાં ભારે ભીડ જોવા મળી હતી. હજારો શ્રદ્ધાળુઓએ ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...