તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકામાં ડાકોર NRI ગ્રુપની રચના:નવા વર્ષ નિમિત્તે અમેરિકામાં સ્થાયી ડાકોરવાસીઓ ઝૂમ ઉપર મળ્યા, રણછોડરાયજીની આરતી કરી સમાજોત્કર્ષનો સંકલ્પ કર્યો

ડાકોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રુપ બનાવી ડાકોરજનોના ઉત્કર્ષ અને ભવિષ્ય ઘડતર માટે ઉપયોગી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું આયોજન - Divya Bhaskar
ગ્રુપ બનાવી ડાકોરજનોના ઉત્કર્ષ અને ભવિષ્ય ઘડતર માટે ઉપયોગી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું આયોજન
  • અમેરિકન ડાકોરજનોએ એક ગ્રુપ બનાવી નિયમિત સંપર્કમાં રહેવાનું આયોજન કર્યું

યાત્રાધામ ડાકોરના અનેક પરિવાર અમેરિકામાં સ્થાયી થયા છે. અમેરિકાના જુદા જુદા રાજ્ય અને શહેરમાં રહેતા ડાકોરવાસીઓએ પોતાના ધંધા રોજગાર અને નોકરીના સ્થળે યાત્રાધામની સંસ્કાર સુવાસ ફેલાવી પ્રામાણિક સંઘર્ષ કરી પોતાની પ્રગતિ કરી છે. અમેરિકામાં સ્થાયી ડાકોરના પરીવારોની નવી પેઢી એકબીજાને ઓળખે અને પોતાપણાની ઓળખ સાચવી રાખે તે હેતુએ કેટલાક અમેરિકન ડાકોરજનોએ એક ગ્રુપ બનાવી નિયમિત સંપર્કમાં રહેવાનું આયોજન કર્યું હતું.

રણછોડરાય પ્રભુની આરતી કરી એકબીજાને નવાવર્ષની શુભેચ્છા પાઠવી
રણછોડરાય પ્રભુની આરતી કરી એકબીજાને નવાવર્ષની શુભેચ્છા પાઠવી

એકબીજાનાના સારા-નરસા પ્રસંગમાં ઉપયોગી થવા ગ્રુપ બનાવ્યું
કોરોના મહામારી કાળમાં રૂબરૂ મળવું ખૂબ મુશ્કેલ છે અને ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. દૂર દૂર વસેલા ડાકોરવાસી પરિવારજનો ડિજિટલ ટેકનોલોજી ઝૂમના માધ્યમથી એકબીજાને મળ્યા તેમજ રણછોડરાય પ્રભુની આરતી કરી એકબીજાને નવાવર્ષની શુભેચ્છા પાઠવી. આ અંગે વાત કરતા બોસ્ટનમાં સ્થાયી શૈલેષભાઈ શાહે જણાવ્યું હતું કે, આ એનઆરઆઈ ગુપ બનાવવાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે અમેરિકામાં વસતા ડાકોરના લોકો એકબીજાને સારી રીતે ઓળખે અને સારા નરસા પ્રસંગે એકમેકને મદદરૂપ થઈ શકે તેવો છે. બધાનો સારો સહકાર મળશે તો ભવિષ્યમાં ડાકોરજનોના ઉત્કર્ષ અને ભવિષ્ય ઘડતર માટે ઉપયોગી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...