તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ડાકોરમાં 26 બેડનું કોવિડકેર સેન્ટર શરૂ

ડાકોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી

દેશ અને દુનિયાના કોરોના કહેર મચાવ્યો છે ત્યારે ખેડા જિલ્લો પણ બાકાત નથી ત્યારે ખેડા જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઈ લોકો ખૂબ ચિંતિત છે ત્યારે અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અલગ-અલગ સેવાઓ આપવામાં આવતી હોય છે એવી જ રીતે યાત્રાધામ ડાકોરમાં 26 બેડ નું કોવિડકેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

ડાકોર બસ સ્ટેન્ડ નજીક આવેલું વડતાલ તાબા નું સ્વામિનારાયણ મંદિર કે જેમાં ૨૬ જેટલા બેડ નું કોવિડકેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું સ્વામિનારાયણ સંસ્થા તરફથી ૧૩ જેટલી રૂમ ફાળવવામાં આવી ત્યારે ત્યાં દાખલ થયેલા દર્દીઓ માટે જમવાની અને નાસ્તાની વ્યવસ્થા ડાકોરના યુવા ગ્રુપ તરફથી કરવામાં આવશે.

આ યુવા ગ્રુપ અને સ્વામી નારાયણ મંદિર ના સ્વામી દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીને કોવિડકેર સેન્ટર શરૂ કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો ત્યારે ઠાસરા પ્રાંત અધિકારી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ને જાણ કરવામાં આવી અને આ કેર સેન્ટર માં આવનાર દરેક દર્દીને સરકારી દવાઓ આપવામાં આવે અને ડોક્ટરની વિઝીટ કરવામાં આવે તેવી જાણ કરવામાં આવી હતી એટલે કહી શકાય કે હવે ધીરે ધીરે તંત્ર સાથે મોટી મોટી સંસ્થાઓ પણ સેવા આપવા માટે આગળ આવતી હોય તેવું દેખાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો