તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પૂનમે ડાકોર મંદિર બંધ:રાજા રણછોડ પ્રથમ વખત ભક્તો વગર હોળી રમ્યા, મંદિર તરફ જતા માર્ગો પર કફર્યુનો માહોલ, ભક્તો નિરાશ

ડાકોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાગણી પૂનમના ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન - Divya Bhaskar
ફાગણી પૂનમના ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન
 • પોલીસની નાકાબંધીથી ભાવિકો મંદિર સુધી પહોંચી ન શક્યા

યાત્રાધામ ડાકોરમાં કોરોના મહામારીના પગલે 865 વર્ષબાદ ફાગણી પુનમે પદયાત્રિકો વિના ઠાકોરજીએ ફાગોત્સવ ઉજવણી કરી હતી. જો કે યાત્રિકો વિના ડાકોરના માર્ગો પર કર્ફયુ જેવો માહોલ જોવા મળ્યા હતા. દર્શનાર્થીઓને અંદર જવા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પાર કરવી પડતી હતી. પરંતુ ભાગ્યે જ કોઇ દર્શનાર્થી મંદિર સુધી પહોંચી શકતાં હતાં. જેને કારણે અનેક ભક્તો દર્શન વગર જ પરત ફર્યાં હતાં. લોકોડાઉન વખતે પણ ડાકોરમાં આવો માહોલ જોવા મળતાં ન હતો. ડાકોરના નગરજનો પણ સદીઓ બાદ ફાગણી પુનમે યાત્રિકો આગતાસ્વાગત ન કરી શકવાનો રંજ જોવા મળ્યો હતો. ડાકોરના તમામ રસ્તાઓ સુમસામ ભાષતા જોવા મળ્યા હતા. ઠાકોરજી પ્રથમ વખત બંધબારણે પોતાને સૌથી વધુ પ્રિય એવા ભકતોની ઘેરહાજરીમાં માત્ર તિલક કરીને ફાગોત્સવ મનાવ્યો હતો.

પ્રવેશદ્વારે પોલીસ બંદોબસ્ત નજરે પડે છે.
પ્રવેશદ્વારે પોલીસ બંદોબસ્ત નજરે પડે છે.

282 પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા
કોરોના મહામારીના કારણે મંદિર ત્રણ દિવસ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની ફાગણી પૂનમના દિવસે નિત્‍ય સેવા પૂજા સમયાનુસાર કરવામાં આવી હતી. સવારે મંગળા આરતી બાદ, શણગાર સહિતની ધાર્મિક વિધી કરવામાં આવી હતી. જોકે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મંદિર પ્રશાસન અને વહીવટીતંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાનારો ફાગણી પૂનમના મેળાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેને કારણે પગપાળા દર્શનાર્થીઓ જોવા મળ્યાં નહતાં. પરંતુ છુટક છુટક આવતા ભક્તોને પણ પોલીસે પરત મોકલ્યાં હતાં.

યાત્રાધામ ડાકોરમાં કોરોના મહામારીના પગલે પોલીસે પ્રવેશદ્વાર પાસે જ બંદોબસ્ત ગોઠવી કોઈ ભક્તોને પ્રવેશ આપવામાં ન આવતાં મુખ્યમાર્ગ સૂમસામ ભાસી રહ્યો છે
યાત્રાધામ ડાકોરમાં કોરોના મહામારીના પગલે પોલીસે પ્રવેશદ્વાર પાસે જ બંદોબસ્ત ગોઠવી કોઈ ભક્તોને પ્રવેશ આપવામાં ન આવતાં મુખ્યમાર્ગ સૂમસામ ભાસી રહ્યો છે

ફાગણી પૂનમના દર્શન બંધ હોવા છતાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી ન પડે તે માટે ડાકોર નગરના ચોતરફના રસ્તા બંધ કરી દેવામાં આવ્યાં હતાં. દર્શનાર્થીઓને અંદર જવા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પાર કરવી પડતી હતી. પરંતુ ભાગ્યે જ કોઇ દર્શનાર્થી મંદિર સુધી પહોંચી શકતાં હતાં. જેને કારણે અનેક ભક્તો દર્શન વગર જ પરત ફર્યાં હતાં. ડાકોરમાં એક નાયબ પોલીસ અધિક્ષક, એક પોલીસ ઇન્સ્પેક્ટર, 5 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 108 પોલીસ જવાન, 22 એસઆરપી જવાન, 50 જીઆરડી, 52 હોમગાર્ડ્ઝ, 30 ટીઆરબી અને 23 રણછોડ સેનાના માણસો મળી કુલ 282નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તંત્રએ આરોગ્ય પોલીસે સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
ડાકોરમાં ફાગણી પૂનમમાં સૌ પ્રથમ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની ધજા ચડે છે. આ પરંપરા આ વરસે પણ જળવાઇ રહી હતી. જેમાં વહીવટી તંત્ર તરફથી કલેક્ટર આઈ.કે. પટેલ, અધિક કલેક્ટર રમેશ મેરજા સહિત અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને પ્રજાના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેવી જ રીતે પોલીસ વિભાગમાંથી રેન્જ આઇ.જી વી. ચંદ્રશેખર, જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર વિગેરે હાજર રહ્યાં હતાં.

ઘરે લાઇવ દર્શનની વ્યવસ્થા કરાઇ
ડાકોરના મંદિરના દરવાજાઓ શ્રધ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યાં હતાં. પરંતુ શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળે તે માટે ડાકોરની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર પરીસર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

દુકાનો બંધ રાખવાની સુચના
ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ન ઉમટે અને ભીડ એકત્ર ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથોસાથ વેપારીઓને પણ કડક સુચના આપીને દુકાનો ન ખોલવા જણાવવામાં આવ્યું હતું. જેને કારણે સવારે 10 વાગ્યા સુધી એક પણ દુકાન ખુલી નહતી. પરંતુ ધીમે ધીમે ગણગણાટ વધતા એક પછી એક છુટી છવાઈ દુકાનો ખુલવા લાગી હતી.

ધજાના દર્શન ન થતાં ભક્તો નિરાશ
ડાકોરમાં દર પૂનમે અનેક ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તેમાંય ફાગણી પૂનમના દર્શનની મહાત્મ્ય હોવાથી લોકો ભગવાન નહીં તો મંદિરની ધજાના દર્શન કરવા પણ તલપાપડ હોય છે. પરંતુ પોલીસની કિલેબંધીના કારણે ધજાના દર્શન પણ નસીબ ન થતાં ભક્તોમાં નિરાશા વ્યાપી હતી. ખાસ કરીને બાધા, માનતા વાળા ભક્તો વધુ નિરાશ જોવા મળતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો