આપમાં જોડાણ:ખેડામાં ‘આપ’ માટે ‘પાસ’ છે ખાસ : 3 અગ્રણી જોડાયા

ડાકોર, કપડવંજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ખેડાના 3 અગ્રણી ‘આપ’માં જોડાયા હતા. - Divya Bhaskar
અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં ખેડાના 3 અગ્રણી ‘આપ’માં જોડાયા હતા.
  • ભાજપના બે પૂર્વ કાર્યકરો, સર્વ સમાજ સેનાના પ્રમુખ સહિત 3નું આપમાં જોડાણ

આમ આદમી પાર્ટી દ્વારા નવા નવા હોદ્દેદારો અને કાર્યકરોની ભરતી થઇ રહી છે. ત્યારે આ ભરતી મેળામાં ખેડા જિલ્લાના જાણીતા ચહેરા પણ જોડાવાના શરૂ થઈ ગયા છે. જોકે ભાજપ થી ખફા આ ચહેરા જિલ્લાના રાજકારણમાં કોઈ નવી ક્રાંતિ લાવશે કે જોવા જેવું રહેશે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાંથી નવા ચહેરાઓને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના કેટલાક ચહેરા પણ હવે પાર્ટીમાં ભળતા જોવા મળી રહ્યા છે. જિલ્લાના સામાજિક કાર્યકર અને સર્વ સમાજ સેનાના પ્રમુખ મહિપતસિંહ કેસરીસિહ ચૌહાણનું ગઇકાલે અમદાવાદ ‘આપ’ પાર્ટી કાર્યાલય ખાતે પાર્ટીમાં જોડાણ થયું હતું.

તેઓ પાર્ટી સાથે જોડાયા તરત જ કપડવંજ નગરપાલિકા અપક્ષ સભ્ય મનુભાઈ રામાભાઇ પટેલ ને પણ આપમાં લઇ ગયા છે. મહત્વની વાત છે કે મનુભાઈ પટેલ અગાઉ ભાજપમાંથી કપડવંજ નગરપાલિકા ચૂંટણી લડી ચુક્યા છે, અને લાંબા સમય સુધી ભાજપ માટે કામ કર્યું છે. જે બાદ તેઓ પાટીદાર અનામત આંદોલનનાં પણ જોડાયા હતા. અને સમગ્ર તાલુકામાં પાટીદારોને જાગૃત કરવા ગામેગામ ખેડાણ કર્યું હતું. તેઓની સાથે ભાજપના જુના જોગી, એપીએમસીના ડિરેક્ટર અને પૂર્વ આચાર્ય નરોત્તમભાઈ મગનભાઈ પટેલે પણ આપનું ઝાડુ પકડ્યું છે. આમ જિલ્લાના 3 નેતા ઓ બે દિવસમાં આપમાં જોડાતા ખેડા જિલ્લામાં હવે કેવા પ્રકારની સફાઈ થાય છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...