તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોર:રણછોડરાયજી મંદિરમાં ઠાકોરજીના દર્શનનો સમય વધારાયો, આરતી દરમ્યાન મંદિર પ્રવેશ બંધ

ડાકોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં ઠાકોરજીના દર્શનનો અધિક માસ નિમિત્તે વધારો કરવામાં આવ્યો છે. દર્શન સમય સવારે 6-30 વાગે નીજમંદિર ખુલી 6-45 વાગે મંગળાઆરતી થશે. 6-50 થી 8-45 સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. 8-45 થી 9-15 સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શણગારભોગ અને ગોવાળભોગ આરોગવા બિરાજશે આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. 9.15 વાગે શૃંગાર આરતી થશે. 9-20 થી 11-00 વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે.

11-00 થી 11-45 સુધી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે. આ દરમ્યાન દર્શન બંધ રહશે. 11- 45 વાગે રાજભોગ ખુલી આરતી થશે. 11-50 થી 1-00 વાગ્યા સુધી વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે. સાંજના દર્શન સમય 4-00 વાગે નીજમંદિર ખુલી રહેશે. 4-15 વાગે ઉત્થાપન આરતી થશે. 4-20 થી 5-00 વૈષ્ણવો માટે દર્શન ખુલ્લા રહેશે.

અન્ય સમાચારો પણ છે...