તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપર જીવલેણ હુમલો, માથાના ભાગે ગંભીર ઈજા

ડાકોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
માથાના ભાગે ગંભીર ઇજા થતાં સેનેટરી ઇન્સ્પેક્ટર ત્યાં જ ઢળી પડ્યા હતા - Divya Bhaskar
માથાના ભાગે ગંભીર ઇજા થતાં સેનેટરી ઇન્સ્પેક્ટર ત્યાં જ ઢળી પડ્યા હતા
  • ડાકોર પ્રાથમિક સારવાર આપી નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ ખસેડાયા

ડાકોર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ઉપર જીવલેણ હુમલો થતા સમગ્ર નગરમાં અરેરાટી વ્યાપી છે. હુમલાખોરે માથાના ભાગે સખ્ત હાથે જીવલેણ ઘા કરી ભાગી છૂટ્યો છે. સેનેટરી ઇન્સ્પેક્ટરની હાલત ગંભીર હોઈ ડાકોર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી નડિયાદ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

અજાણ્યા શખ્સે સેનેટરી ઇન્સ્પેક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો
અજાણ્યા શખ્સે સેનેટરી ઇન્સ્પેક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો

સેનેટરી ઇન્સ્પેક્ટર અર્ધ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા
યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ સેવક આજ રોજ સવારે ફરજ ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સે તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોર સેનેટરી ઇન્સ્પેક્ટરને સખ્ત હાથ સાથે જીવલેણ ઘા કરી ભાગી છૂટ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતા સેનેટરી ઇન્સ્પેક્ટર કમલેશ સેવક સ્થળ ઉપર જ લોહી લુહાણ થઈ અર્ધ બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા. ડાકોર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો