વિવાદ:અગાઉ પણ ઈન્દીરાબેને ભગવાન ને હિંડોળા ઝુલાવતા થયો હતો વિવાદ

ડાકોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ ડાકોરમાં આ પ્રકારે અગાઉ વિવાદ થયો હતો. અગાઉ શ્રાવણ માસ દરમિયાન હિંડોળા દર્શન સમયે પણ ઇન્દીરાબેન દ્વારા ભગવાનને હિંડોળા ઝુલાવતા વિવાદ થયો હતો. જે તે સમયે ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. અને વૈષ્ણવ સંપ્રદાયમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. સમગ્ર ઘટના 16 ઓગસ્ટ 2021 ના રોજ બની હતી. હિંડોળા ઉત્સવ દરમિયાન તેઓ તમામ બાધાઓ પાર કરી ગોપાલ લાલજીની સેવા કરવી મારો હક્ક છે, તેમ કહી હિંડોળા સુધી પહોચી ગયા હતા. અને ગોપાલ લાલજીના હિંડોળા ઝુલાવ્યા હતા.

તે સમયે તેમના કેટલાક સંબંધીઓએ વાંધો ઉઠાવ્યો હતો. અને સમગ્ર મામલો ટેમ્પલ કમિટી સુધી પહોંચતા ટેમ્પલ કમિટીએ ઈન્દીરાબેન કૃષ્ણલાલ પંડ્યાને નોટિસ ફટકારી ફરી આમ ન કરવા જણાવ્યું હતું. જોકે વાત આટલેથી ન અટકી હતી, અને હવે 2 ઓક્ટોબરના રોજ તેમના પરિવારનો વંશ પરંપરાગત સેવાનો વારો હોય તેઓએ મંદિરમાં સેવા પૂજા કરવા ઈચ્છા વ્યક્ત કરતા સમગ્ર મામલો ફરી ગરમાયો છે.

આ અગાઉ પણ 27 મેના રોજ આ પ્રકારની એક ઘટના બની હતી, જેમાં પરેશભાઈ રમેશચંદ્ર સેવક નામની વ્યક્તિએ 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નીજમંદિરમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે મહિલાઓએ ઠાકોરજી ના સિંહાસન પર ચઢી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા હતા, જેના વિડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને સમગ્ર મામલો વિવાદાસ્પદ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...