તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Dakor
  • Due To The Power Outage, The Towns Of Dakor Were Scorched By The Heat, The Power Cut Was Announced On Saturday And The Power Cut Was Cut On Sunday.

હાલાકી:વિજ તંત્રને કારણે ડાકોરના નગરજનો ગરમીમાં શેકાયા, શનિવારે વીજકાપ મુકાશેની જાહેરાત કરી અને રવિવારે વીજકાપ મુકયો

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

યાત્રાધામ ડાકોરમાં એમ.જી.વી.સી.એલના ધાંધીયાને કારણે નગરજનોને ગામમાં શેકાવાનો વારો આવ્યો છે. વીજ કંપની દ્વારા શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી કે શનિવારના રોજ જરૂરી સમારકામ કરવાનું હોવાથી શનિવારે વીજકાપ મુકવામાં આવશે. પરંતુ શનિવારે વીજકાપ મુકવાના બદલે તંત્ર દ્વારા રવિવારે સવારથી જ લાઈટો બંધ કરી દેવાતા ડાકોરના નગરજનો ની હાલત કફોડી બની હતી. શનિવારે વીજકાપ રાખવાની જાહેરાત શુક્રવારે કરી હોઈ ઘણા લોકો સગાવહાલાને ત્યાં જતા રહ્યા હતા, પરંતુ રવિવારે પરત ફરતા જ વીજ કંપની ના અણઘડ વહીવટ નો પરચો મળ્યો હતો.

વીજ કંપનીમાં ફોન કરતા જન્માષ્ટમી નિમિત્તે મેઈન્ટેનન્સ કરવાનું હોઈ 3 કલાકનો વીજકાપ રાખવામાં આવ્યો હોવાના જવાબો મળતા જ નગરજનો હેરાન પરેશાન થઇ ગયા હતા. સ્થાનિકોએ રોસ પૂર્વક જણાવ્યું હતું કે શુક્રવારના રોજ જાહેરાત કરાઈ હતી કે શનિવારે મેઈન્ટેનન્સ કરવાનું છે, તો પછી તેજ દિવસે કામગીરી શા માટે કરવામાં ન આવી?

અન્ય સમાચારો પણ છે...