તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:ડાકોર પાલિકા સભ્યોને કમિશ્નરનું તેડું સંમતીઓ રદ્દ કરવા દોડધામ

ડાકોરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નિયમ વિરૂદ્ધ જઇ ભાડે આપ્યાના મુદ્દે તવાઇ આવતાં ફફડાટ

ડાકોર પાલીકાના સભ્યોને મિલકત બારોબાર ભાડે આપવા બાબતે શહેરી વિકાસ કમિશ્નરનું તેંડુ આવતા ફફડાટ વ્યાપી ગયો છે. સભ્યોએ કારોબારી સમિતિ અને સમાન્યસભામાંથી આપેલી સંમતી રદ કરવાની અરજી આપવા લાગ્યા છે. ડાકોર નગરપાલીકાના સભ્યોને શહેરી વિકાસ કમિશ્નરનું તેંડુ આવતા ફફડાટ વ્યાપી ગયો છે. જેને પગલે સભ્યોએ કારોબારી સમિતિ અને સમાન્યસભામાંથી આપેલ સંમતી રદ કરવાની અરજી આપવા લાગ્યા છે.

ડાકોર પાલિકાની હાલની ચાલુ બોડીમાં સરકારી મિલકતો ભાડા પટ્ટે આપવાના ઠરાવો કરવામાં આવતા ચીફ ઓફિસર દ્વારા કલમ 258નો ઉપયોગ કરી પ્રાદેશીક કચેરીમાં સરકારી મિલકતો ભાડે આપવાના ઠરાવોને રદ કરવાની અપીલ કરવામાં આવી છે. અગાઉ ડાકોર પાલિકાની સામાન્ય સભા અને કારોબારી સમિતિઓમાં ડાકોરની સરકારી મિલકતો ભાડે ાપવાના કરેલા ઠરાવ બાબતે શહેરી વિકાસ કમિશનર દ્વારા કારોબારી સમિતિના 9 સભ્યોને 11મી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવ્યાં છે. જેના પગલે વોર્ડ નં.3ના સભ્ય ઇબ્રાહીમભાઈ બાંડી દ્વારા 30મી ના રોજ સામાન્ય સભાના ઠરાવમાં આપેલી સંમતી રદ કરવાની અરજી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, સરકારી મિલકત ભાડે આપવા બાબતે અને સરકારી કર્મચારીના ઠરાવ અંગે અમારી સંમતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો