શ્રધ્ધા:દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા ભક્તોની ભીડ જામી

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોર - Divya Bhaskar
ડાકોર
  • બોચાસણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરને રોશનીથી ઝગમગાવ્યુ

દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં રણછોડજીના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે મંગળા આરતી સાથે જ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ભક્તો જોવા મળ્યા. હિન્દુ સંસ્કૃતિ મુજબ આજના દિવસે ચોપડા પૂજન નો મહિમાં હોય છે, ત્યારે યાત્રાધામમાં આવક-જાવકના ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું.

બોચાસણ
બોચાસણ

દિવાળીના પાવન પર્વે યાત્રાધામ ડાકોરમાં સવારે 6.45 ના અરસામાં મંગળા આરતી શરૂ થતાની સાથે જ ભાવિક ભક્તો રાજા રણછોડના આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. દરમિયાન બોચાસણ ખાતે અક્ષર પુરુષોત્તમ મંદિરમાં પણ દીપોત્સવી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લઇ રહ્યા છે. પાવનકારી પર્વે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...