તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Dakor
 • Devotees Are Determined To Fill Poonam Even Though The Doors Of Dakor Are Closed; It Is Important To Reach Out To Dakor So That You Do Not Become Overwhelmed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પૂનમને લઇને તૈયારી:ડાકોરના દરવાજા બંધ છતાં પુનમ ભરવા ભકતો મક્કમ; બાધા-માનતા ખંડિત ન થાય તે માટે ડાકોર પહોંચવું છે

ડાકોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દર વર્ષે મહેમદાવાદના રાસ્કાથી ડાકોર સુધીનો માર્ગ અગિયાસથી જ પદયાત્રિઓથી ધમધમે છે. પરંતુ આ વર્ષે બાધા કે માનતા હોય તેવા એકલદોકલ પદયાત્રિઓ જ માર્ગ પર જોવા મળી રહ્યા છે. - Divya Bhaskar
દર વર્ષે મહેમદાવાદના રાસ્કાથી ડાકોર સુધીનો માર્ગ અગિયાસથી જ પદયાત્રિઓથી ધમધમે છે. પરંતુ આ વર્ષે બાધા કે માનતા હોય તેવા એકલદોકલ પદયાત્રિઓ જ માર્ગ પર જોવા મળી રહ્યા છે.
 • એકલદોકલ પદયાત્રિઓ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે

ડાકોરમાં ફાગણી પૂનમના પર્વને લઇને ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે. દરસાલ ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે ચાલતાં જતાં પદયાત્રિઓની આ વર્ષે માંડ જોવા મળે છે. એકલદોકલ પદયાત્રિઓને બાદ કરતાં પદયાત્રાનો રૂટ ખાલીખમ છે. જોકે બાધા પુર્ણ કરવા માટે છુટા છવાયા યાત્રિકોની અવર જવર ચાલુ છે અને પુનમ ભરવા તેઓ મક્કમ છે.

ડાકોરમાં ફાગણી પૂનમને લઇને દરસાલ અમદાવાદ કે રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રિઓ ચાલતાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને લઇને પૂનમ દરમિયાન મંદિર જ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી દર્શનાર્થીઓમાં નિરાશા જોવા મળી રહી છે. દરસાલ મહેમદાવાદના રાસ્કાથી ડાકોર સુધીનો માર્ગ અગિયાસથી જ પદયાત્રિઓથી ધમધમે છે. પરંતુ આ વર્ષે બાધા કે માનતા હોય તેવા એકલદોકલ પદયાત્રિઓ જ માર્ગ પર જોવા મળી રહ્યા છે. વર્ષોથી પદયાત્રિઓ પોતાની બાધા-માનતા ખંડિત ન થાય તે માટે મંદિર બંધ હોવાછતાં પણ ડાકોર જઇ રહ્યા છે. દર્શનાર્થીઓ પૂનમને દિવસે ધજાના દર્શન કરીને ભગવાનના આશિર્વાદ મેળવશે. જોકે હાલમાં ડાકોર તરફ અમદાવાદ અને વડોદરા સહિત રાજસ્થાનથી આવતા માર્ગો પર કિડિયારૂ ઉભરાતુ હોય છે. પરંતુ વર્તમાન કોરોનાની સ્થિતિના કારણે માર્ગો ખાલીખમ છે.

સરકારના આદેશના પગલે અમે વહેલા દર્શન કરવા આવ્યા છીએ
છેલ્લા 37 વર્ષ થી ફાગણી પૂનમના દિવસે શ્રી રણછોડરાયજી ના દર્શન કરવા માટે પગપાળા યાત્રા કરી ને આવે છે આમ તો અમે ફૂલ દોરે ના દર્શન કરવા માટે અમદાવાદ થી ડાકોર સુધી ચાલતા આવીએ છીએ. પણ આ વર્ષે સરકાર ના નિયમો મુજબ મંદિર પરિસર બંધ રાખવાનું હોવા થી અમો આ વરસે વહેલા દર્શન કરવા આવ્યા છીએ. અને આ વરસે સરકાર ના આદેશ પ્રમાણે રસ્તા ઉપર ચાલતા ટેંટો જમવા રહેવા અને સૂવાના બંધ રાખેલ છે. યાત્રાળુઓ ને ઘણી હાલાકી પડી રહેલ છે. > હસમુખભાઈ, રહે. અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો