રજૂઆત:લોકડાઉનમાં ભદ્રાસા ગામે બંધ કરેલા બસ રૂટ શરૂ કરવા માંગ, નોકરીયાતવર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

ડાકોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભદ્રાસામાં લોકડાઉન દરમિયાન બંધ કરેલા બસ રૂટ ફરી શરૂ કરવા માગણી ઉઠી છે. ડાકોર ડેપો દ્વારા ભદ્રાસા ગામમાં આવતી એસ.ટી બસોના જે રૂટ ફાળવવામાં આવ્યાં છે, તે લોકડાઉન સમયથી બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલ રાજ્ય સરકારની માર્ગદર્શિકા હેઠળ એસ.ટી બસોના તમામ રૂટો શરૂ કરવા અંગે પરિપત્ર કરેલો હોવા છતાં ભદ્રાસા ગામમાં હજુ સુધી અગાઉના સીડીયુલ મુજબ એક પણ એસ.ટી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો નથી. જેથી ભદ્રાસા ગામના મુસાફરોને ખુબજ હાલાકીનો વેઠવી પડી રહી છે. ગામમાંથી રોજ રોજ ડાકોર તેમજ અન્ય સ્થળે જતા મુસાફરોને ના છુટકે ખાનગી વાહનોનો ઉપયોગ પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...