તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:865 વર્ષના ઇતિહાસમાં ડાકોર મંદિર જન્માષ્ટમીએ બંધ રહેશે, સંક્રમણ વધતાં લેવાયેલો નિર્ણય

ડાકોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણછોડરાયજી મંદિર, ડાકોર - Divya Bhaskar
રણછોડરાયજી મંદિર, ડાકોર
  • કૃષ્ણ જન્મોત્સવ અને નંદ મહોત્સવ ભકતોની ગેરહાજરીમાં યોજાશે

યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી બાબતેકોઇસ્પષ્ટ આયોજન જાહેર કરાયું નથી. એકતરફ મંદિર પારંપારિક રીતે ઝગમગાટ રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. બીજીબાજુ ડાકોરમાં કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યા મંદિર વહીવટકર્તાઓની ચિંતામાં વધારો કરી રહી છે. જોકે, વહીવટકર્તાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જન્માષ્ટમી પર્વ પર મંદિર બંધ રહેશે. જે કાંઇ કાર્યક્રમ યોજાશે, તે બંધ બારણે થશે.

ડાકોરમાં 4 દિવસમાં 8 કેસ આવ્યાં
કોર રણછોડરાયજી મંદિર હાલ નજીકના સમયમાં ખુલે તેવા કોઈ જ એંધાણ જણાતા નથી. ડાકોરમાં કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈ મંદિર વહીવટકર્તાઓ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાની હિંમત નથી કરી રહ્યા. છેલ્લા 4 દિવસમાં ડાકોરમાં 8 જેટલા સંક્રમિત દર્દીઓ વધ્યા છે. જેને કારણે મંદિરના દ્વાર હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને જન્માષ્ટમીમાં પણ આ જ સ્થિતિ રહેશે. યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરના 865 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે કૃષ્ણ જન્મોત્સવ અને નંદ મહોત્સવ પ્રસંગે મંદિરમાં ભક્તોની ગેરહાજરી હશે..! મંદિરના ઓનલાઈન રાત્રિદર્શનનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું નથી. ડાકોરનું મંદિર પ્રથમ વખત બંધ રહેતા ભકતોમાં દર્શનથી વંચિત રહેશે.

દર્શનાર્થીઓના હિતમાં મંદિર વધુ સમય બંધ રહેશે
ડાકોર મંદિર નજીક 100 થી 150 મીટરના એરિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સખ્ત વધારો થયો છે. તેથી યાત્રાળુ અને દર્શનાર્થીઓના હિતમાં મંદિર વધુ સમય બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ડાકોરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ઓછી થયા બાદ મંદિર દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મુકવામાં આવશે. - અરવિંદભાઈ મહેતા, મેનેજર, રણછોડરાય મંદિર, ડાકોર.

અન્ય સમાચારો પણ છે...