ડાકોર:રાજ્યના દર્શનાર્થીઓ માટે આવતીકાલથી ડાકોર રણછોડરાયજીના દર્શન ખુલશે, ઓનલાઈન બુકિંગ ફરજીયાત

ડાકોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • http://ranchhodraiji.org/DarshanBooking પર રજિસ્ટ્રેશન કરવું પડશે

ડાકોર રણછોડરાયજી મંદિર મેનેજમેન્ટ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આગામી 6 જુલાઈ 2020ના રોજથી યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન સમગ્ર રાજ્યના દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. મંદિર મેનેજમેન્ટ દ્વારા દરરોજ 1300 દર્શનાર્થીઓ દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ઉલ્લેખનીય છે કે 18 જૂને દર્શન ખુલ્યા બાદ 23 જૂન સુધી ડાકોરના સ્થાનિક દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી.ત્યારબાદ 26 જૂન થી 30 જૂન અને બાદ 4 જુલાઈ સુધી ખેડા જિલ્લાના દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા.

ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શ્રીજી દર્શનનો લાભ લઇ શકશે
આ અંગે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ગુજરાત રાજ્યના તમામ યાત્રિકો,ભક્તો અને શ્રધ્ધાળુઓ હવે વહેલા તે પહેલાંના ધોરણે રણછોડરાયજી મંદિરની વેબસાઈટ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શ્રીજી દર્શનનો લાભ લઇ શકશે. રાજ્ય બહારના દર્શનાર્થી ભક્તો માટે આગામી દિવસોમાં દર્શન વ્યવસ્થા જાહેર કરવામાં આવશે. પ્રત્યેક શ્રધ્ધાળુએ દર્શન કરવા માટે રણછોડરાય મંદિરની વેબસાઈટ ઉપર જઇ ઓનલાઇન બુકિંગ કરવા માટે આ http://ranchhodraiji.org/DarshanBooking લિંક પર ક્લિક કરીને વિગતો ભરવાની રહેશે. મંદિર મેનેજમેન્ટ દ્વારા નક્કી કર્યા મુજબ ઓનલાઈન બુકીંગ ન હોય તેવા દર્શનાર્થીઓ દર્શન લાભથી વંચિત રહેશે.

(માહિતી અને તસવીરઃ તેજસ શાહ, ડાકોર)

અન્ય સમાચારો પણ છે...