ત્રાસ:ઠાસરામાં પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા વિરુદ્ધ ગુનો

ડાકોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીકરાની દવા માટે પૈસા ન આપી શારીરિક - માનસિક ત્રાસ ગુજાર્યો

ઠાસરામાં પરણીતાને દીકરાની સારવાર માટે પૈસા ન આપી સાસરિયાવાળા તેની પર ત્રાસ ગુજારતા હતા. જે મામલે મહિલાએ ડાકોર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

હાલ, બોરસદમાં રહેતા અનીસાબાનુ પઠાણે ફરિયાદમાં જણાવ્યું છે કે, આઠ વર્ષ પહેલા તેમના લગ્ન ઠાસરાના કાલસરમાં રહેતા એઝાઝઅહેમદ મલેક સાથે થયા હતા.લગ્ન બાદ થોડો સમય તેમનો ઘરસંસાર સારો ચાલ્યો હતો. આ દરમિયાન તેમને એક દીકરાને જન્મ આપ્યો હતો. જે હાલ, 6 વર્ષનો છે. છેલ્લા કેટલાંક સમયથી સાસરીવાળા તેની સાથે નાની-નાની વાતે ઝઘડો કરવા લાગ્યાં હતા. તેમનો દીકરો જ્યારે બીમાર પડ્યો ત્યારે તેમણે પતિ પાસે દવા માટે પૈસા માગ્યાં હતા. પરંતુ પતિએ તેને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ જેઠાણીએ કોઈ કામ માટે પૈસા માંગતા તેમણે તરત જ 5 હજાર રૂપિયા આપી દીધા હતા.

જે અંગે પતિ સાથે વાત કરતાં તે ઉશ્કેરાઈને કહેવા લાગ્યાં હતા કે, તારા બાપના ત્યાંથી રૂપિયા લઈ આવ. આ દરમિયાન જેઠ, જેઠાણી, સાસુ, સસરા અને નણંદ મુમતાઝબીબી મલેક તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આમ ઝઘડાથી કંટાળીને મહિલાએ તેના પતિ સહિત ઉપરોક્ત તમામ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...