દર્શનના સમયમાં વધારો:ડાકોરમાં ચૈત્ર સુદ પૂનમે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો, ​​​​​​​સખડીભોગ આરોગી અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વાગે મંગળા આરતી થશે, 7.30 સુધી દર્શન ખુલ્લા રહેશે

ચૈત્રસુદ પૂનમે યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેના કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 16 એપ્રિલ શનિવારના રોજ પુનમે સવારે 4.45 મંદિર ખુલીને 5 વાગે મંગળા આરતી થશે જે બાદ 7.30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 7.30 થી 8 વાગ્યા સુધી ઠાકોરજી બાળભોગ, શ્રુંગાર ભોગ એ ગોવાળ ભોગ એમ ત્રણ ભોગ આરોગવા બિરાજશે. જેથી દર્શન બંધ રહેશે. જે બાદ 8 વાગ્યા થી 1.30 સુધી દર્શન ખુલ્લા રહેશે.

ડાકોર મંદિર ટ્રસ્ટે દર્શનનો સમય વધાર્યો
બપોરે 1.30 થી 2 વાગ્યા સુધી રાજભોગ આવશે. જેથી દર્શન બંધ રહેશે. જે બાદ 2 થી 3 દર્શન ખુલ્લા અને 3 થી 4 દર્શન બંધ રહેશે. જે બાદ સાંજે 4 થી 6 દર્શન ખુલ્લા રહેશે. અને 6 થી 6.20 સુધી ઠાકોરજી શયન ભોગ આરોગવા બિરાજતા હોઈ દર્શન બંધ રહેશે. જે બાદ 6.20 થી શયન ભોગ સેવા થઈ સખડીભોગ આરોગીને અનુકુળતાએ ઠાકોરજી પોઢી જશે અને મંદિર બંધ થશે.

અન્ય સમાચારો પણ છે...