ચૂંટણી:ડાકોર પાલિકામાં અપક્ષ પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ભાજપની સત્તા

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોર પાલિકામાં આજે અપક્ષના ટેકાથી ઉપપ્રમુખ પદે ભાજપના રાજેશભાઈ પટેલ ચૂંટાયા હતા. - Divya Bhaskar
ડાકોર પાલિકામાં આજે અપક્ષના ટેકાથી ઉપપ્રમુખ પદે ભાજપના રાજેશભાઈ પટેલ ચૂંટાયા હતા.
  • ભાજપના 8 સભ્યો સસ્પેન્ડ થયા હોઇ 3જી ઓકટો. ચૂંટણી

ડાકોરની અપક્ષ શાસિત નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ભાજપના કાઉન્સિલર ચૂંટાઈ આવ્યા છે. ડાકોર નગરપાલિકામાં કુલ 28 સભ્યબળ છે. જે પૈકી 11 સભ્યો ભાજપના છે. આ 11 પૈકી 8 સભ્યો સસ્પેન્ડ થઈ ગયેલા છે. જેના કારણે ભાજપના માત્ર 3 જ સભ્યો બચ્યા છે. ત્યારે આજે નગરપાલિકાના ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી.

જેમાં ભાજપે રાજેશભાઈ પટેલને મેન્ડેટ આપ્યો હતો. ભાજપના 3 સહિત 10 અપક્ષ કાઉન્સિલરોએ રાજેશભાઈને મત આપતા તેઓ ઉપપ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા છે. જેના કારણે હવે અપક્ષ પ્રમુખની સાથે ભાજપના ઉપપ્રમુખ પાલિકાની સત્તાના બાગડોર સંભાળશે. ઉલ્લેખનીય છે કે, 8 સભ્યો બરતરફ થયા હોવાથી આગામી 3 ઑક્ટોબરે 3 વોર્ડના 8 સભ્યોની ચૂંટણી યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...