સામુહિક આપઘાતની કોશિશ:ડાકોરમાં ઘરકંકાસમાં માતાનો પુત્ર-પુત્રી સાથે આત્મહત્યાનો પ્રયાસ, ત્રણેયનો બચાવ; માતા સારવાર હેઠળ

ડાકોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રીએ દુધનો વાટકો ફેકીદેતા બચી ગઇ
  • ખેડા જિલ્લામાં એક જ દિવસમાં સામાજિક અને ઘરકંકાસમાં 6 આપઘાત-પ્રયાસના 3 બનાવ

ડાકોરના વડા બજારમાં રહેતા પરમાર પરિવારની વહુએ સાસુ સાથે થયેલ ઝઘડામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો. રોજ રોજના ઝઘડા થી કંટાળેલ મનીષા સુરેશભાઇ પરમાર (ઉ.36) એ દુધમાં ઝેરી દવા ભેળવી પોતે તો પીધુ પરંતુ પોતાના 11 વર્ષીય પુત્ર આર્યન અને 6 વર્ષીય દીકરી પીંકલને પણ પીવડાવવાનો પ્રયાસ કર્યો. જોકે દીકરી પીંકલને દુધ કડવું લાગતા તેણે દુધ ફેકી દીધુ જેમાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આર્યનને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરોએ તેનો પણ જીવ બચાવી લીધો છે. હાલ મનિષાની તબિયત પણ સ્થિર છે, જેની ડાકોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વડા બજારમાં રહેતા પરમાર પરિવારમાં સાસુ વહુને ઘણા સમયથી કકળાટ ચાલતો હતો. જેના કારણે મનિષાએ આ દુનિયાને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે આત્મહત્યા કર્યા બાદ નાના સંતાનોને કોણ સાચવસે તે પ્રશ્ન પણ મનમાં હોઇ તેણે દીકરા-દીકરીને પણ પોતાની સાથે લઇ જવાનું નક્કી કર્યુ હતુ. હાલ સમગ્ર મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

મનિષા સારવાર હેઠળ હોઇ કારણ જાણવા નથી મળ્યું
સમગ્ર ઘટના બાબતે ડાકોર પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ મનિષા ભાનમાં નહી આવી હોઇ આત્મહત્યા ના પ્રયાસનું કારણ જાણવા નથી મળ્યું. દીકરાએ જણાવ્યું છેકે મમ્મીએ દુધ પીવડાવ્યું હતું, પરંતુ શું કારણથી આવું કર્યું તે જાણવા મળ્યું નથી, એમ.એમ.જુજા, પીએસઆઇ, ડાકોર

અન્ય સમાચારો પણ છે...