ધરપકડ:ડાકોરના નિવૃત કર્મી સાથે 32 લાખની ઠગાઈ કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો

ડાકોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકોરમાં 58 લાખની પોલીસી પાકી હોવાનું જણાવી છેતરપિંડી કરી હતી
  • મંગળવારે આરોપીને કૉર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવશે

સવા મહિના અગાઉ ડાકોર પોલીસ મથકે શાળાના નિવૃત કર્મચારીએ પોતાની સાથે 32 લાખની છેતરપીંડી થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદ નોંધ્યા બાદ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ ઘટનાની તપાસ ડાકોર સર્કલ પોલીસ ઈન્પેક્ટર ચલાવી રહ્યા હતા. ઘટનાના તાર દિલ્હી સાથે જોડાતા હોવાથી તપાસકર્તાએ ટીમ બનાવી દિલ્હી રવાના કરી હતી. જ્યાં દિલ્હીના કિસનગંજમાંથી આરોપીને ઝડપી પાડવામાં ડાકોર પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપી મોહસીનઅલી અંસારી (ઉં. 26, રહે.દિલ્હી )ને ઝડપી પાડી ડાકોર સર્કલ પોલીસ ઈન્સપેક્ટર સમક્ષ હાજર કર્યો છે. આવતીકાલે આરોપીને કૉર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, ડાકોરમાં 58 લાખની પોલીસી પાકી હોવાનું જણાવી શાળાના નિવૃત કર્મચારી પાસેથી ગઠિયાઓએ ઓનલાઈન 32 લાખ ખંખેરી લીધા હતા. છેતરપીંડી માટે જી.એસ.ટી. અને આઈ.ટી.ની રકમ જમા કરાવશો તો પોલીસીના લાખો રૂપિયા નિવૃત કર્મચારીના ખાતામાં જમા કરાવવાની લાલચ આપી હતી. ફરીયાદી પ્રવિણસિંહે 4 મહિનામાં 13 વખત ટુકડે-ટુકડે 32 લાખ ત્રણ બેન્કમાં ટ્રાન્સફર કર્યા પછી આરોપીઓએ તમામ ફોન બંધ કરી દેતા શંકા પડી હતી અને છેતરપીંડીનો અહેસાસ થતા ડાકોર પોલીસ મથકે તમામ વિગતો જણાવી ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...