ધાર્મિક:પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શરદ પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી

ડાકોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણછોડરાયને સવા લાખનો મુગટ, મોડી સાંજે ચાંદીના ઘરેણાં ધારણ કરાયા

યાત્રાધામ ડાકોરમાં શરદ પૂનમની શ્રદ્ધાભેર ઊજવણી કરવામાં આવી. આજે વહેલી સવારે ભગવાન ને શણગાર આરતી સમયે વર્ષો જુનો સોના, ચાંદી, હીરા જડિત સવા લાખનો મુગટ ધારણ કરાવાયો હતો. સમગ્ર દિવસ દરમિયાન રણછોડરાય પ્રભુના દર્શન કરવા દર્શનાર્થીઓ ઉમટ્યા હતા.

મોડી સાંજે બંધ બારણે પ્રભુને ચાંદીના ઘરેણાં થી સજ્જ કરી ભગવાન જાણે કે ગોપીઓ સાથે રાસોત્સવ માણી રહ્યા હોય તેવો ભાવ ઉભો કરાયો હતો. મોડી સાંજે ભગવાનને દુધ પૌઆ ધરાવવામાં આવ્યા હતા. આજના આ પર્વના કારણે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજારણછોડરાયના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા. આ અંગે સત્તાવાળાઓ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...