તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા હલ થશે:ડાકોરમાં60 કરોડના ખર્ચે બ્રીજ બનશે

ડાકોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોરમાં મુખ્ય સર્કલ પર 60 કરોડના ખર્ચે બ્રીજનું આજે ખાતમૂહુર્ત થનાર છે. - Divya Bhaskar
ડાકોરમાં મુખ્ય સર્કલ પર 60 કરોડના ખર્ચે બ્રીજનું આજે ખાતમૂહુર્ત થનાર છે.
  • ડાકોર સર્કલ પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા હલ થશે: આજે નીતિન પટેલના હસ્તે ખાતમૂહુર્ત

યાત્રાધામ ડાકોરના મુખ્ય સર્કલ પર વર્ષોથી સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બ્રીજ મંજુર કરવામાં આવ્યો છે. રૂ.60 કરોડના ખર્ચે બનનારા આ બ્રીજનું આવતીકાલે રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વર્ચ્યુઅલ ખાતમૂહુર્ત કરાનાર છે.

યાત્રાધામ ડાકોર પ્રવેશ દ્વાર પર આવેલ ટ્રાફિક ચોકી પાસેના સર્કલ પર વર્ષોથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. ડાકોરથી કપડવજં, ઠાસરા અને ઉમરેઠ તરફના રસ્તા પર આ સર્કલ હોય ચારે બાજુથી આવતો ટ્રાફિક અહીં એકત્ર થતો હતો. દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી હતી, બીજી તરફ સર્કલ અને આસપાસની સ્થિતિ એની એજ હતી. જેના કારણે અવાર નવાર કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હતો. યાત્રાધામ ના પ્રાણ પ્રશ્ન સમાન આ બાબતની રાજ્ય સરકાર સુધી રજૂઆતો થઇ હતી.

જેને ધ્યાન પર લેતા રૂ.60 કરોડના ખર્ચે ત્રીપાંખીયો બ્રીજ બનાવવાનું મંજુર કરવામાં આવ્યું હતું. 1800 મીટર લાંબો આ બ્રીજ બનનાર છે. જેની કામગીરી અંદાજિત દોઢ વર્ષમાં પૂર્ણ થશે તેમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાતમૂહુર્ત ગુરૂવારના રોજ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ગાંધીનગરથી વર્યુઅલ રીતે થનાર છે.

અન્ય સમાચારો પણ છે...