તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જયેષ્ઠ પૂનમ:90 દિવસ બાદ પૂનમે ડાકોરમાં રણછોડરાયજીના ખુલ્લા દ્વારે દર્શન

ડાકોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળ પછી મંદિરના દ્વાર ખુલ્યા પછીની પહેલી જયેષ્ઠ પૂનમે 60 હજાર જેટલા ભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પણ 50 હજાર ઉપરાંત ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

રાજા રણછોડ જ્યેષ્ઠાભિષેક કરાયો
ગીષ્મઋતુનું સમાપન થતા વર્ષાઋતુનું આગમન થયું છે ત્યારે રાજાધિરાજને શીતળતા મળે એવા ભાવથી જયેષ્ઠ પૂનમે મહાઆરતી કરવામાં આવે છે. પૂર્વ સંધ્યાએ મંદિરના કુવામાંથી લાવેલા જળ સાથે લગભગ કેસર, ચંદન, બ્રાસ, કપૂર, કાચલી, પાંદડી તેમજ સુગંધી દ્રવ્યો મિશ્રિત જળથી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રાજાધિરાજને સફેદ ધોતી અને સફેદ ખેસ ધારણ કરી જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવાય છે. અખાત્રીજથી શરૂ થયેલ ચંદન વાઘા સેવા સહિત ગ્રીષ્મકાલીન સેવા જયેષ્ઠ પૂર્ણિમાએ પૂર્ણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...