પ્રશિક્ષણ:યુવાનોને મળશે રિટેઈલ ઉદ્યોગ ક્ષેત્રનું પ્રશિક્ષણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર રાજ્ય કુશળતા વિદ્યાપીઠ અને આએઆઈ વચ્ચે કરાર

મહારાષ્ટ્ર રાજ્ય કુશળતા વિદ્યાપીઠ અને રિટેઈલર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (આરએઆઈ) વચ્ચે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) અભ્યાસક્રમ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને આ ઉપક્રમ દ્વારા બિઝનેસ અને રિટેઈલનું જરૂરી જ્ઞાન અને ઉદ્યોગોનો અનુભવ મળશે. આ વિદ્યાપીઠના કુલગુરુ પ્રા. ડો. અપૂર્વા પાલકર, ડો. લોરેન્સ ફરનાન્ડીસ, ગૌતમ જૈન, મીનાક્ષી ચુડામણી સહિત આરએઆઈના રિટેઈળ લર્નિંગના પ્રમુખોની હાજરીમાં કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.આ વિદ્યાપીઠો આરંભ ઓગસ્ટ 2022માં કરવામાં આવ્યો હતો. વિદ્યાપીઠે રોજગારાભિમુખ કાર્યક્રમ માટે ઉદ્યોગો સાથે ભાગીદારી શરૂ કરી છે.

હવે ચાલતા રિટેઈલ ઉદ્યોગ સાથે સંબંધિત અભ્યાસક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને શીખતી વખતે જ કમાવાની અને અનુભવ મેળવવાની તક મળશે. આ કોર્સ સ્ટોરના વર્તમાન વેચાણ કર્મચારીઓ માટે પણ હશે. ત્રણ વર્ષના અંતે વિદ્યાર્થીઓને સહાયક સ્ટોર વ્યવસ્થાપકોની પ્રોફાઈલમાં રિટેઈલ વેચાણ ઉદ્યોગ ક્ષેત્રમાં તક મળશે. 12મું પૂરું કરેલા બધા માટે આ અભ્યાસક્રમ હશે. વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ડિપ્લોમા, એડવાન્સ ડિપ્લોમા અને ડિગ્રી પ્રોગ્રામમાં વિકલ્પ મળશે. આ કોર્સ પદવીધારકોને રિટેઈલ વેચાણ ઉદ્યોગ સંબંધમાં જરૂરી કુશળતા પ્રદાન કરશે.વિદ્યાપીઠે હાલમાં જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સાઈબર સિક્યુરિટી, મશીન લર્નિંગ, બિઝનેસ ઈન્ટેલિજન્સ અને ઈનોવેશન, ન્યૂ વેન્ચર મેનેજમેન્ટમાં ટેકનોલોજી ડોમેનમ3 અભ્યાસક્રમ શરૂ કર્યા છે.

વિદ્યાર્થીઓને રોજગારક્ષમ બનાવનારા અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવી આપવા માટે વિદ્યાપીઠ ઉદ્યોગો સાથે સંલગ્ન છે.આરએઆઈ ભારતીય રિટેઈલ વિક્રેતાઓની સંસ્થા છે. ભારતમાં આધુનિક રિટેઈલ ઉદ્યોગની વૃદ્ધિ માટેયોગ્ય વાતાવરણ નિર્માણ કરવા આ સંસ્થા સર્વ હિસ્સાધારકો સાથે કામ કરે છે. આ કરાર દ્વારા આરએઆઈ મોટા રિટેઈલ વિક્રેતાઓ સાથે જોબ ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રી ફેકલ્ટી અને પ્લેસમેન્ટ સપોર્ટ પ્રદાન કરવા માટે જરૂરી કાર્યવાહી કરશે. આરએઆઈ રિટેઈળ વેચાણ ઉદ્યોગના શિક્ષણ સંબંધમાં કુશળતા સામગ્રી તૈયાર કરી રહી છે અને તે શૈક્ષણિક સંસ્થા અને ઉદ્યોગોને ઉપલબ્ધ કરી આપી રહી છે.

કુલગુરુએ શું કહ્યું
કુલગુરુ ડો. અપૂર્વા પાલકરે જણાવ્યું કે આરએઆઈ સાથે આ કરાર પદવીધારકોને રિટેઈલ વેચાણ ક્ષેત્રમાં જરૂરી કુશળતા મેળવવામાં મદદ કરશે. ઉદ્યોગો સાથે સંબંધિત અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવી આપવા માટે વિદ્યાપીઠ કટિબદ્ધ છે. આરએઆઈના સીઈઓ કુમાર રાજગોપાલને જણાવ્યું કે યુવાનોને રોજગારની બાબતમાં મદદ કરવા માટે વિદ્યાપીઠ સાથેનો આ સહયોગ અત્યંત જરૂરી પગલું છે. રિટેઈલ ઉદ્યોગ, મહારાષ્ટ્ર રાજ્ય અને રાજ્યના યુવાનોને ભવિષ્ય માટે આ હકારાત્મક પગલું હશે.

અન્ય સમાચારો પણ છે...