પરીક્ષણ:વિશ્વનું પ્રથમ 200 મીટર લાંબું વાંસનું ક્રેશ બેરિયર વિદર્ભમાં

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સરકારી સંસ્થાઓ ખાતે ટ્રેક્સ પર સખત પરીક્ષણ

વિશ્વના પ્રથમ 200- મીટર લાંબા વાંસના ક્રેશ બેરિયરના વિકાસ સાથે આત્મનિર્ભર ભારતના ધ્યેયને હાંસલ કરવાની એક અસાધારણ સિદ્ધિ મેળવવામાં આવી છે જે મહારાષ્ટ્રના વિદર્ભના વાણી- વરોરા હાઇવે પર સ્થાપિત કરવામાં આવ્યું છે.આ વાંસના ક્રેશ બેરિયરને બાહુ બલ્લી નામ આપવામાં આવ્યું છે. તે વિવિધ સરકારી સંસ્થાઓ જેમ કે પીથમપુર, ઇન્દોર ખાતે નેશનલ ઓટોમોટિવ ટેસ્ટ ટ્રેક્સ (NATRAX) પર સખત પરીક્ષણમાંથી પસાર થયું છે અને રૂરકીમાં સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત ફાયર રેટિંગ ટેસ્ટ દરમિયાન તેને ક્લાસ 1 તરીકે રેટ કરવામાં આવ્યું હતું.

તેને ઈન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. વાંસના અવરોધકનું રિસાઈકલિંગ મૂલ્ય 50-70 ટકા છે જ્યારે સ્ટીલ અવરોધકનું મૂલ્ય 30-50 ટકા હોય છે.આ અવરોધકના નિર્માણમાં વપરાતી વાંસની પ્રજાતિ બામ્બુસા બાલ્કોઆ છે, જેને ક્રિઓસોટ તેલથી ઉપચાર કરવામાં આવ્યું છે અને રિસાઈકલ હાઇ-ડેન્સિટી પોલી ઇથિલિન (HDPE) સાથે કોટેડ કરવામાં આવ્યું છે.

આ સિદ્ધિ વાંસ ક્ષેત્ર અને સમગ્ર ભારત માટે નોંધપાત્ર છે, કારણ કે આ ક્રેશ બેરિયર સ્ટીલનો સંપૂર્ણ વિકલ્પ પ્રદાન કરે છે અને પર્યાવરણીય ચિંતાઓ અને તેના પછીનાં પરિણામોને પહોંચી વળે છે. વધુમાં આ પોતે એક ગ્રામીણ અને કૃષિ-મૈત્રીપૂર્ણ ઉદ્યોગ છે જે તેને વધુ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...