ભાસ્કર વિશેષ:રસ્તાઓ ખાડામુક્ત કરવા માટે 15 દિવસમાં વર્ક ઓર્ડર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નિર્દેશ બાદ મહાપાલિકા કમિશનરની માહિતી

મુંબઈ મહાપાલિકા તેની હદમાં રસ્તાઓને ખાડા મુક્ત કરવાનું અભિયાન હાથ ધરી રહી છે. કમિશનર ઈકબાલ સિંહ ચહલે માહિતી આપી હતી કે, આગામી પંદર દિવસમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ મુંબઈને ખાડા મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

મહાપાલિકા દ્વારા મુંબઈમાં રસ્તાઓનું કોંક્રીટીકરણ કરવા માટે કુલ છ હજાર કરોડના પાંચ ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આગામી પંદર દિવસમાં રોડ વર્ક ઓર્ડર આપવામાં આવશે. મુંબઈમાં રસ્તાઓનું સિમેન્ટ કોંક્રીટીંગ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે હાઈવે બાંધકામનો અનુભવ ધરાવતી પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા કરવામાં આવશે.

મુંબઈમાં નાના પાયાના કોન્ટ્રાક્ટરોને આગામી રસ્તાના કામોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.છ હજાર કરોડના રસ્તાના કામોમાં 1200 કરોડ રૂપિયાના પાંચ પેકેજ હશે. એક કંપનીને રોડના કામ માટે 1200 કરોડનું પેકેજ આપવામાં આવશે. અગાઉ આ જ મોટા રોડના કામ માટે મુંબઈમાં ઘણા કોન્ટ્રાક્ટરો કામ કરતા હતા તેથી રોડની ગુણવત્તા જળવાતી ન હતી.

તેથી, આ ટેન્ડર પ્રક્રિયામાં સંયુક્ત ભાગીદારી સાહસની પરવાનગી નામંજૂર કરવામાં આવી છે. જોકે હવે 1200 કરોડના ટેન્ડર રાષ્ટ્રીય સ્તરના હાઈવે બનાવવાનો અનુભવ ધરાવતી કંપનીઓને આપવામાં આવશે. આ કંપનીઓ અત્યાધુનિક ટેક્નોલોજી અને મશીનરીનો ઉપયોગ કરીને મુંબઈના રસ્તાઓનું કોંક્રીટાઇઝેશન કરશે.રસ્તાના કામો ઓછામાં ઓછા આગામી 10 વર્ષ સુધી ચાલે અને રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. આથી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે માહિતી આપી છે, કે આગામી પંદર દિવસમાં રસ્તાઓનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવશે.

એકીકૃત સ્વરૂપમાં વિવિધ રસ્તાના કામો માટે ટેન્ડરો આમંત્રિત કરીને, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે હાઇવે બાંધકામનો અનુભવ ધરાવતી પ્રતિષ્ઠિત અને મોટી કંપનીઓ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. લગભગ 400 કિમી લાંબા રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટાઇઝ કરવામાં આવશે અને આ હેતુ માટે કુલ પાંચ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ પાંચ ટેન્ડરમાં સમાવિષ્ટ કામો માટે કુલ અંદાજિત ખર્ચ છ હજાર કરોડ રૂપિયા છે. આ ટેન્ડરોમાં અત્યાધુનિક પ્લાન્ટ `મિકેનાઇઝ્ડ સ્લિપ ફોર્મ પેવરનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા સમયગાળામાં શ્રેષ્ઠ ગુણવત્તાના રસ્તાઓ બનાવવાની શરતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેટલો ખર્ચ કયાં કરાશે
સિમેન્ટ ક્રોંકીટ રોડ માટેનો ખર્ચ શહેર વિભાગમાં 1233 કરોડ 11 લાખ 19 હજાર 021 રૂપિયા, પૂર્વીય ઉપનગરોમાં 846 કરોડ 17 લાખ 61 હજાર 299 રૂપિયા અને પશ્ચિમી ઉપનગરોમાં ઝોન 3માં 1233 કરોડ 84 લાખ 83 હજાર 230, ઝોન 4 1631 કરોડ 19 લાખ 18 હજાર 564 અને ઝોન 7માં 1145 કરોડ 18 લાખ 92 હજાર 388 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પશ્ચિમી ઉપનગરોમાં 253.65 કિમી, પૂર્વીય ઉપનગરોમાં 70 કિ.મી. અને શહેર વિભાગમાં 72 કિમીના રસ્તાઓ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...