કાર્યવાહી:નાગપાડામાં મહિલાની મારઝૂડ; મનસે કાર્યકરોની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનસે દ્વારા માફી માગવામાં આવી અને પદાધિકારીની હકાલપટ્ટી કરી

મુંબઈના નાગપાડા વિસ્તારમાં ગણેશ મંડપ ઊભો કરવા માટે એક મહિલાને માર મારવામાં આવી હોવાનો વિડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. મુંબઈ પોલીસે આ મામલામાં ત્રણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને શિવડી મેજિસ્ટ્રેટ કોર્ટ સામે હાજર કરાતાં રૂ. 15,000ના હાથમુચરકા પર જામીન આપવામાં આવ્યા હતા. ઘટનાનો વિડિયો વાઈરલ થયા બાદ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. હવે મનસેએ આ મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. મનસે નેતા બાળા નાંદગાવકરે પાર્ટીની સ્થિતિ સ્પષ્ટ કરી છે.

પાર્ટી અધ્યક્ષ રાજ ઠાકરેએ હંમેશાં મહિલાઓનું સન્માન કર્યું છે. હું આ ઘટના માટે પાર્ટી વતી માફી માગું છું, જ્યારે કાર્યકર્તાઓને આ જ પ્રકારનો કડક આદેશ આપવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાર્ટીએ આ બાબતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે અને તેના ભાગરૂપે, કામાઠીપુરા વિભાગના પ્રમુખ વિનોદ અર્ગીલેને પદ પરથી મુક્ત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ બાબતે પ્રત્યક્ષ માહિતી મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મહિલાઓ અને વડીલોનું સન્માન કરવું જોઈએ, એમ નાંદગાવકરે જણાવ્યું છે.

આ તમામ ઘટના 30 ઓગસ્ટે મુંબઈના મુંબાદેવીમાં બની હતી, જે મહિલાને માર મારવામાં આવ્યો હતો તે મહિલાનું નામ પ્રકાશ દેવી છે. તેની આ વિસ્તારમાં મેડિકલની દુકાન છે. મનસે પદાધિકારી વિનોદ અર્ગીલેની દેખરેખ હેઠળ આ દુકાનની આગળ જાહેરાતનું બોર્ડ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

પરંતુ જો આ જાહેરાતના બોર્ડ લગાવવામાં આવ્યા હોત તો આ મહિલાની દુકાન આ બોર્ડની પાછળ ઢંકાઈ ગઈ હોત, તેથી તેણે આ બોર્ડ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેથી જ અર્ગીલેનો પારો ચઢ્યો હતો અને તેણે જીભાજોડી કરી હતી. મામલો એ હદે વધી ગયો કે અર્ગીલેએ પ્રકાશ દેવીને માર માર્યો. એટલું જ નહીં, પણ ધક્કો માર્યો. આટલું બધું થઈ રહ્યું હતું એ સમયે ત્યાં ઊભેલા ટોળામાંથી એક પણ વ્યક્તિ મહિલાની મદદે આવી નહોતી તે બહુ શરમજનક છે.

અન્ય સમાચારો પણ છે...