પ્રોત્સાહન:મહિલા સશક્તિકરણ ભારતીય અર્થતંત્રમાં ગેમચેન્જર બની રહેશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરતકામ પ્રત્યે પ્રેમ 20,000થી વધુ મહિલાઓ માટે આવકની તક

રાજસ્થાનનું એક નાનું ગામડું, બાડમેર, જ્યાં એક મહિલાનો ભરત કામ પ્રત્યેનો પ્રેમ 20,000 કરતાં વધારે મહિલાઓ માટે આવકની તક બની ગયો. તમિલનાડુમાં, મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છ સ્વયં સંસ્થા (SHG) તેમના આખા ગામ માટે, કેટલાક કૃષિ અને બિનકૃષિ સાહસોની શરૂઆત કરી. અને, મહારાષ્ટ્રમાં, એક સરળ 6-દિવસીય તાલીમના અભ્યાસક્રમે તેમના વિસ્તારમાં મહિલા પેરા-પશુ ચિકિત્સકોનો સફળ સમૂહ તૈયાર કર્યો જેમાંથી એક અત્યારે પોતાના આખા પરિવાર માટે પૂરતી થઇ શકે એટલી કમાણી કરે છે.

ઉપરોક્ત ઉલ્લેખિત ત્રણેય અગ્રણી મહિલાઓ - રુમા દેવી, આર. સગુંથલા અને રાધિકા શિંદે, મહિલા ઉદ્યોગસાહસિકોના દૃશ્ટાંતો છે જેમણે પોતાની જાતને તેમજ વધુ મહત્વપૂર્ણ રીતે તેમની આસપાસની અન્ય મહિલાઓ માટે નવી તકો પૂરી પાડવા માટે અવરોધોનું બંધન તોડી નાખ્યું છે.તેઓ ગરીબ હતી, અશિક્ષિત હતી, સંસાધનનો અભાવ હતો અને જીવન જીવવા માટે સંપૂર્ણપણે તેમના પરિવારો અને પતિઓ પર નિર્ભર હતી.

તેમાંથી દરેક મહિલા, તેમની સંસ્કૃતિ અને સમુદાયની સીમાઓ સુધી સીમિત હોવા છતાં, તેમની સમકક્ષ અને શિક્ષિત કોઇપણ શહેરી મહિલાઓની સરખામણીએ તેમના કાર્ય, સંસાધનો, ઉત્પાદન અથવા વ્યાપકતાનું આયોજન કરવામાં જરાય ઓછી વ્યૂહાત્મક નથી. આજની સામાજિક અવધારણાને ધ્યાનમાં રાખતા, જ્યાં હજુ પણ મહિલાઓના અધિકારો અને સમાનતા અંગે ચર્ચા અને હરીફાઇ કરવામાં આવી રહી છે.

ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન
મહિલાઓમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું એ આ ઉકેલનો મોટો હિસ્સો બની શકે છે. તેનાથી મહિલાઓને આત્મનિર્ભર બની શકશે અને તેમને પોતાના ઘરો અને સમુદાયોથી અળગા થયા વગર અર્થતંત્રમાં યોગદાન આપવાની તક પ્રાપ્ત થશે. મહત્વપૂર્ણ રીતે જોઇએ તો, આવકમાં વૃદ્ધિ કરતાં, મહિલા ઉદ્યોગસાહસિકતા નોંધપાત્ર રીતે સામાજિક પરિવર્તન અને વ્યક્તિગત વૃદ્ધિ તરફ પણ દોરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...