હવામાન:મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા ગરમીથી રાહત મળી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈએમડી દ્વારા આગામી પાંચ દિવસ વધુ વરસાદ પડવાની આગાહી

ધીમી અને સ્થિર શરૂઆત પછી, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ મજબૂતી મેળવવાનું શરૂ કર્યું છે, અને શનિવારે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં તેની શરૂઆત કરી છે. ભારે ગરમીથી મોટી રાહત આપતા, છેલ્લા બે દિવસમાં મુંબઈ અને આસપાસના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ આગામી પાંચ દિવસમાં વધુ વરસાદની ગતિવિધિની આગાહી કરી છે. પુણે, નાસિક અને અહેમદનગરના ભાગોમાં વાવાઝોડાની પણ પ્રબળ સંભાવના છે.સામાન્ય રીતે ચોમાસુ મુંબઈમાં 9-11 જૂનની આસપાસ આવે છે, તેથી તેની પ્રગતિ અત્યાર સુધી સામાન્ય છે.

કોંકણના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્રના વધુ ભાગોને આવરી લેશે. ભારતીય હવામાન વિભાગ (આઇએમમડી) એ શનિવારે પુષ્ટિ કરી હતી કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ 11 જૂને મુંબઈ સહિત કોંકણના મોટાભાગના ભાગો અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ કર્ણાટકની જેમ મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધી ગયું છે.દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના અક્ષાંશ અને રેખાંશને ટાંકીને, હવામાન વિભાગે કહ્યું કે, ચોમાસાની ઉત્તરીય મર્યાદા (એનએલએમ) હવે દહાણુ, પુણે, ગડગ, બેંગલુરુ, પુડુચેરીમાંથી પસાર થઈને સિલીગુડી સુધી વિસ્તરે છે.

તેમાં ઉમેર્યું હતું કે, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, કોંકણના બાકીના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના મોટા ભાગના ભાગો, મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો, મુંબઈ સહિત, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું.હવામાન વિભાગે ગયા મહિને જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રહેશે, આ સતત સાતમું વર્ષ હશે જ્યારે દેશમાં જૂન થી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદ થશે. દેશના વાર્ષિક વરસાદમાં ચોમાસું લગભગ 70 ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને તેને તેની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની જીવાદોરી ગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...