મુંબઈની હવા છેલ્લા બે દિવસથી અત્યંત ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે. એર ક્વોલિટી મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન (એસએએફએઆર)એ જણાવ્યું છે કે મુંબઈનો એકયુઆઇ (એર ક્વોલિટી ઈન્ડેક્સ) આગામી બે દિવસ સુધી 300થી ઉપર રહેશે. પુણેમાં પણ હવાની ગુણવત્તાનો નિર્દેશાંક ખરાબ સ્થિતિમાં છે અને સરેરાશ એકયુઆઇ 215થી ઉપર છે. તેથી સફરે આગાહી કરી છે, કે મુંબઈ અને પુણેની હવા આગામી બે દિવસ સુધી પ્રદૂષિત રહેશે.
શ્વસન સંબંધી વિકૃતિઓ ધરાવતા લોકો માટે વધારાની કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે. રજકણોમાં વધારો થવાને કારણે બંને શહેરોમાં હવાની ગુણવત્તા બગડી છે. પીએમ 2.5ની માત્રા વધુ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મુંબઈ, પૂણેમાં હવાનો સ્તર જોખમી બની રહ્યો છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને થાક લાગે છે. તેથી એવી સલાહ આપવામાં આવી છે કે જેઓ શ્વસન સંબંધી તકલીફો ધરાવે છે તેઓ વધુ સાવચેત રહે, શારીરિક શ્રમ ટાળે, લાંબા સમય સુધી બહાર રહેવાનું ટાળે અને જો તેઓ બહાર જાય તો માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
મુંબઈમાં ચેમ્બુરની હવા સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે. સફરે જણાવ્યા અનુસાર ચેમ્બુરની હવા 332ની એકયુઆઇ સાથે અત્યંત નબળી શ્રેણીમાં નોંધવામાં આવી છે. આ સાથે મઝગાંવ અને મલાડમાં હવાની ગુણવત્તા પણ અત્યંત નબળી શ્રેણીમાં છે. કોલાબા, અંધેરી અને નવી મુંબઈની હવા અત્યંત ખરાબ શ્રેણીમાં હોવાનું જાણવા મળ્યું છે.મુંબઈ હવા ગુણવત્તા સરેરાશ નિર્દેશાંક 303 છે, નવી મુંબઇની 331 જયારે પુણેની સરેરાશ સૂચંકાક 215 અને પુણેમાં આળંદીની હવા સૌથી વધુ પ્રદૂષિત 335 એકયુઆઇ સાથે હોવાનું સ્પષ્ટ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.