અંગપ્રદર્શનને લઈને અભિનેત્રી ઉર્ફી જાવેદ પર ભાજપનાં નેતા ચિત્રા વાઘે આકરી ટીકા કર્યા પછી ઉદ્ધવ ઠાકરે જૂથનાં ઉપનેતા સુષમા અંધેરીએ ફેસબુક પોસ્ટ કરીને અમૃતા ફડણવીસ, કેતકી ચિતલે, કંગના રણોત પર ઝેરી ટીકા કરી છે. અમૃતા ફડણવીસના પહેરવેશ સામે વાંધો ઉઠાવી શકશો કે એવો સવાલ ઉપસ્થિત કરીને ચિત્રા વાઘ પર અપ્રત્યક્ષ હલ્લાબોલ કર્યો છે.
અંધેરીએ કહ્યું, હું સાડી પહેરું છું, મને સાડી પહેરવાનું ગમે છે, કારણ કે મને પોતાને તેમાં વધુ કમ્ફર્ટેબલ અને કોન્ફિડેન્ટ લાગે છે. ભારતની બહાર ગયા પછી મારો પહેરવેશ મોટે ભાગે સાડી જ હોય છે. અન્યથા સલવાર સૂટ હોય છે.જોકે તેથી અન્યોએ પણ મારી જેમ જ પહેરવેશ ધારણ કરવો એવો મારો આગ્રહ બિલકુલ હોતો નથી, કારણ કે જેમને જે પહેરવેશ કમ્ફર્ટેબલ લાગે છે તે કરે છે અથવા દરેકની પોતપોતાની વ્યવસાય ક્ષેત્રની જરૂર પણ હોય છે.
દાખલા તરીકે ટેનિસ રમતી મહિલા સાડી પહેરીને ટેનિસ નહીં રમી શકે. હું શિક્ષિકા છું તો મારી ભણાવવાના વ્યવસાયને છાજે તેવો પહેરવેશ હોવો જોઈએ એટલું જ મારે કહેવું છે, એમ તેમણે જણાવ્યું હતું.અંગપ્રદર્શન ખોટું છે કે બરોબર તે મુદ્દા પર પછી ક્યારેય બોલીશું, પણ જો પહેરવેશનો મુદ્દો લઈને કોઈને મારઝૂડની ભાષા કરતા હોય તો જાતિ ધર્મ અથવા વિચારધારા જોઈને શા માટે આવી ભાષા કરવી જોઈએ? ઉર્ફી જાવેદ જેવી અલ્પસંખ્યાક સમુદાયની મહિલાની મારઝૂડ કરવાની ભાષા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે? એવો પ્રશ્ન તેમણે કર્યો છે.જો ઉર્ફી જાવેદના પહેરવેશ પર તમને વાંધો હોય તો આવો જ વાંધો તમે કંગના રણોત, કેતકી ચિતળે અથવા અમૃતા ફડણવીસના પહેરવેશ પર લઈ શકશો કે? અથવા તેમને મારઝૂડ કરવાની ભાષા કરશો? એવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.