આદેશ:માલેગાવ વિસ્ફોટ પ્રકરણે આટલો વિલંબ અને રેઢિયાળપણું શા માટે?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર પંદર દિવસે કેસનો અહેવાલ રજૂ કરવાનો હાઈકોર્ટનો NIAને આદેશ

માલેગાવ બોમ્બ વિસ્ફોટ કેસમાં થતો વિલંબ જોતા મુંબઈ હાઈ કોર્ટે રાષ્ટ્રીય તપાસ યંત્રણાની કાર્યપદ્ધતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. સાક્ષીદારોની સાક્ષી નોંધવામાં વિલંબ થતો રહ્યો તો આ કેસને ઘણાં વર્ષ લાગશે એવો મત વ્યક્ત કરતા જજ રેવતી મોહિતે-ડેરે અને જજ વી.જી. બિષ્ટની ખંડપીઠે એનઆઈએને છેલ્લા એક મહિનામાં સેશન્સ કોર્ટમાં ચાલી રહેલા માલેગાવ બોમ્બ વિસ્ફોટ કેસનો અહેવાલ 1 ઓગસ્ટના રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ઉપરાંત આ કેસ બાબતનો અહેવાલ દર પંદર દિવસે રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો. એનઆઈએએ પુરાવા નોંધવા માટે દરરોજ એકના બદલે ઓછામાં ઓછા બે સાક્ષીદારને બોલાવવા એમ બજાવ્યું હતું. માલેગાવમાં 2008ના બોમ્બ વિસ્ફોટ થયા હતા.

એમાં ભાજપ સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર, કર્નલ પ્રસાદ પુરોહિત, સમીર કુલકર્ણી અને બીજા કેટલાક લોકો વિરુદ્ધ કેસ ચલાવવામાં આવ્યો. મુંબઈની સ્પેશિયલ એનઆઈએ કોર્ટમાં આ કેસ પર સુનાવણી ચાલુ છે. માલેગાવ બોમ્બ વિસ્ફોટ પ્રકરણનો કેસનો ચુકાદો એનઆઈએ કોર્ટે ઝટ લાવવો એવી સૂચના હાઈ કોર્ટે આપ્યા છતાં આ કેસમાં સુનાવણી ગોકળગાયની ગતિએ થાય છે એવો આરોપ કરતા આ પ્રકરણના શંકાસ્પદ આરોપી સમીર કુલકર્ણીએ મુંબઈ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

એના પર થયેલા સુનાવણીમાં માલેગાવ બોમ્બ વિસ્ફોટ કેસની અત્યારની સ્થિતિનો અહેવાલ બે અઠવાડિયામાં એફિડેવિટ પર રજૂ કરો એવા આદેશ હાઈ કોર્ટે તપાસ યંત્રણાને ગયા વખતની સુનાવણીના સમયે આપ્યો હતો.

અરજદારની દલીલ
અરજદાર સમીર કુલકર્ણીએ દલીલ કરતા કોર્ટને જણાવ્યું કે ડિસેમ્બર 2020માં ટ્રાયલ પૂરી કરવામાં આવશે એવી ખાતરી એનઆઈએએ આપી હતી. એ પછી ઓકટોબર 2021 સુધી આ મુદત વધારવામાં આવી. હવે જુલાઈ 2022 થયો છતાં હજી કેસ ચાલુ થયો નથી. એના પર ખંડપીઠે જણાવ્યું કે કોવિડના કારણે આ કેસમાં મોડું થયું હશે. એના પર દુર્લક્ષ કરીને ચાલશે નહીં.

અન્ય સમાચારો પણ છે...