કોર્ટે ટીકા કરી:શાળામાં છોકરા-છોકરીના પ્રમાણ અનુસાર શૌચાલય કેમ નથી? કોર્ટ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદા સ્વચ્છતાગૃહ પરથી હાઈ કોર્ટે રાજ્ય સરકારની ટીકા કરી

ગ્રામીણ ભાગોની સરકારી સ્કૂલોમાં સ્વચ્છ શૌચાલય ઉપલબ્ધ કરી આપવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય સરકારની હાઈ કોર્ટે ટીકા કરી હતી. છોકરા અને છોકરીઓના પ્રમાણ અનુસાર સ્કૂલોમાં સ્વચ્છતાગૃહ ઉપલબ્ધ કરવા બાબતે સ્વતંત્ર ધોરણ શા માટે નહીં? એના માટે મૂરતની રાહ જોઈ રહ્યા છો? આ ધોરણ અમલમાં મૂકીને એ દષ્ટિએ સ્કૂલ પ્રશાસનને આદેશ આપવા સરકાર મજબૂર છે કે? એવા સવાલ કોર્ટે કર્યા હતા. તેમ જ સરકારને આ સમસ્યા ઉકેલવાના બદલે શિક્ષકોની બદલી કરવામાં વધુ રસ છે એવા શબ્દોમાં કોર્ટે સરકારની ઉદાસીન ભૂમિકા માટે સંભળાવ્યું હતું.

કોર્ટે જિલ્લા કાયદા સેવા પ્રાધિકરણના અધિકારીઓને રાજ્યની ગ્રામીણ ભાગની સ્કૂલોમાં અચાનક મુલાકાત લઈને ત્યાંની સ્વચ્છતાગૃહની સ્થિતિ જાણવા અને એનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. જજ પ્રસન્ન વરાળે અને જજ શર્મિલા દેશમુખની ખંડપીટ સમક્ષ થયેલી સુનાવણીના સમયે પ્રાધિકરણે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. એમાં 237 સ્કૂલોનું નિરીક્ષણ કરવામાં આવ્યાનું અને 207 સ્કૂલોમાં સ્વચ્છતાગૃહ ગંદા હોવાનું નોંધવામાં આવ્યું હતું. એની કોર્ટે નોંધ લીધી હતી. તેમ જ સ્કૂલોમાં સ્વચ્છ સ્વચ્છતાગૃહ ઉપલબ્ધ કરી ન આપવા માટે સરકારની ટીકા કરી હતી.

આ સ્થિતિ ગ્રામીણ સહિત શહેરી ભાગોની સ્કૂલોમાં પણ જોવા મળતી હોવાનું કોર્ટે જણાવ્યું હતું. બાળકોનો સૌથી વધુ સમય સ્કૂલમાં જાય છે. આમ છતાં તેમણે આવી ગંદી સ્થિતિમાં રહેવા ફરજ પાડવામાં આવે છે. સ્કૂલ નિરીક્ષક દ્વારા સ્કૂલોની દર પંદર દિવસે તપાસ શા માટે કરવામાં આવતી નથી અને એનો અહેવાલ વરિષ્ઠો પાસે શા માટે રજૂ કરવામાં આવતો નથી.

સ્કૂલોમાં છોકરા અને છોકરીઓની સંખ્યા અનુસાર સ્વચ્છતાગૃહ ઉપલબ્ધ કરી આપવાનો આદેશ સ્કૂલ પ્રશાસનને શા માટે આપવામાં આવતો નથી. એમાં અડચણ શું છે? એવો સવાલ પણ કોર્ટે કર્યો હતો. પ્રાધિકરણને એના પર અહેવાલ ઉપવબ્ધ કરી આપવાની અને એના પર જવાબ દાખલ કરવા અરજદાર અને સરકારી વકીલે સમય માગ્યો હોવાથી કોર્ટે પ્રકરણની સુનાવણી મુલતવી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...