ટિપ્પણી:મુંબઈ એરપોર્ટની આસપાસની ઈમારતો પર શું કાર્યવાહી કરી?

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટીસી ટાવરની ભૂમિકા બાબતે કોર્ટે ટિપ્પણી કરી

હવાઈ વ્યવહાર સરળ થવા હવાઈ પરિવહન નિયંત્રણ કક્ષની મહત્વની ભૂમિકા હોય છે અને એની એક ભૂલથી અનર્થ થઈ શકે છે એવી ટિપ્પણી હાઈ કોર્ટે કરી હતી. એ જ સમયે નિયમોનું ઉલ્લંઘન કરીને ઊભી રહેલી એરપોર્ટ આસપાસની ઈમારતો પર શું કાર્યવાહી કરી એ શુક્રવાર સુધી સ્પષ્ટ કરવાનો આદેશ કોર્ટે મુંબઈ મહાપાલિકા અને જિલ્લાધિકારીને આપી હતી. રનવે-34 ફિલ્મનો દાખલો આપીને હવાઈ પરિવહન યોગ્ય રીતે ચાલે એમાં એટીસી ટાવરની ભૂમિકા મહત્વની હોય છે અને એની એક ભૂલના કારણે અનર્થ થઈ શકે છે એવી ટિપ્પણી કોર્ટે કરી હતી.

વિમાનોની દેખભાળમાં ત્રુટિ હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતા એરપોર્ટ પરિસરમાં ઉંચાઈના નિયમનું ઉલ્લંઘન કરતા બાંધકામ પર કાર્યવાહી કરવાની માગણી વકીલ યશવંત શેણોયે જનહિત અરજી દ્વારા કરી છે. એની નોંધ લઈને ઉંચાઈના નિયમનું ઉલ્લંઘન કરનારા બાંધકામ વિરુદ્ધ શું કાર્યવાહી કરી એ પૂછીને એ બાબતનું એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કોર્ટે ઉપનગર જિલ્લાધિકારીને આપ્યો હતો.

મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી. એ સમયે આ પ્રકરણે મુંબઈ મહાપાલિકાને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યાનું જણાવીને મહાપાલિકા પ્રશાસનને એ બાબતે એફિડેવિટ દાખલ કરવા જણાવવું એવી માગણી રાજ્ય સરકાર તરફથી મનીષ પાબળેએ કોરટ્માં કરી હતી. મુંબઈ મહાપાલિકા સહિત રાજ્ય સરકારે પણ આ પ્રકરણે એફિડેવિટ દાખલ કરવું. તેમ જ એરપોર્ટ પરિસરમાં ઉંચાઈના નિયમનું ઉલ્લંઘન કરીને ઊભી થયેલી ઈમારતો પર શું કાર્યવાહી કરી એ સ્પષ્ટ કરવું એવો આદેશ કોર્ટે આપ્યો હતો.

એરપોર્ટ પરિસરની ઉંચી ઈમારતો જોખમી
એ પછી એરપોર્ટ પરિસરની ઉંચી ઈમારતો કેટલી જોખમકારક બની શકે છે એ અરજદારે કોર્ટને જણાવવાનો પ્રયત્ન કર્યો. 2010માં આ પરિસરમાં નિયમનું ઉલ્લંઘન કરીને 125 ઉંચી ઈમારત બાંધવામાં આવી હતી. એ સમયે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. 2016માં આ સંખ્યા 498 પર પહોંચી. એમાં બાંધકામ ચાલુ છે એવી 78 ઈમારતનો પણ સમાવેશ હતો. 2016માં કોર્ટે આ પરિસરમાં ઉંચી ઈમારતોના બાંધકામ પર સ્ટે આપ્યો. પણ 2018માં સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો. હાલની સ્થિતિમાં આ પરિસરમાં અતિરિક્ત 56 ઈમારતોએ બાંધકામના નિયમનું ઉલ્લંઘન કર્યું અને પહેલાંની 78 ઈમારતોનું કામ પણ પૂરું થયું છે એમ અરજદારે કોર્ટને જણાવ્યું. 2016માં વિક્રોલી ખાતે થયેલા વિમાન અકસ્માત પણ કેટલાક અંશે આ જ કારણોસર થયો હોવાનો દાવો અરજદારે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...