માગણી:પર્યાવરણના નિયમ પાળશું પણ મૂર્તિ માટે POPનો વિકલ્પ આપો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાર્વજનિક ગણેશોત્સવ સમિતિની રાજ્ય સરકાર સમક્ષ માગણી

પ્લાસ્ટર ઓફ પેરીસની ગણપતિ મૂર્તિનો વિકલ્પ આપવા રાજ્ય સરકારની સમિતિએ કોઈ પણ અહેવાલ આપ્યો ન હોવા છતાં મહાપાલિકા કેન્દ્ર સરકારના 2020ના નિર્ણયને અનુસરીને પીઓપી પર સંપૂર્ણ બંધી લાદવાનો પ્રયત્ન કરી રહી છે. એનો જોરદાર વિરોધ કરતા પહેલાં પીઓપી માટે વિકલ્પ આપો અને પછી સંપૂર્ણ બંધી મૂકો એવી નક્કર ભૂમિકા સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ લીધી છે. તેથી મહાપાલિકાએ આ વર્ષના ગણેશોત્સવની પાર્શ્વભૂમિ પર આયોજિત કરેલી પહેલી બેઠક નિષ્ફળ ગઈ હતી. આ વર્ષે 19 થી 28 સપ્ટેમ્બરના સમયગાળામાં ગણેશોત્સવ ઉજવાશે.

આ વર્ષે ગણેશોત્સવ પર્યાવરણપૂરક કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે આપેલા નિર્દેશની પાર્શ્વભૂમિ પર પરિમંડળ-2ના ઉપાયુક્ત અને સાર્વજનિક ગણેશોત્સવ સમન્વયક રમાકાંત બિરાદરની મુખ્ય ઉપસ્થિતિમાં બેઠક આયોજિત કરવામાં આવી હતી. એ સમયે સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહિબાવકરે સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પક્ષની રજૂઆત કરી હતી. સાર્વજનિક ગણેશોત્સવ મંડળો પર્યાવરણપૂરક ગણેશોત્સવ ઉજવવા તૈયાર છે પણ એના માટે મહાપાલિકાએ પીઓપીની મૂર્તિ માટે યોગ્ય વિકલ્પ આપવાની જરૂર છે.

મહાપાલિકાએ મનમાની રીતે પીઓપી પર સંપૂર્ણ બંધી લાગુ કરવી નહીં એવી ભૂમિકા તેમણે રજૂ કરી હતી. આ મૂર્તિ માટે મબલખ પ્રમાણમાં શાડુની માટી ઉપલબ્ધ કરી આપવામાં આવશે કે, તરફથી આ બાબતે આગામી સમયમાં વધુ બેઠક આયોજિત કરીને ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યાનું દહિબાવકરે જણાવ્યું હતું.

પર્યાવરણના રક્ષણ માટે બંધી
મુંબઈમાં લગભગ 1 લાખ 90 હજાર ઘરગથ્થુ ગણપતિ મૂર્તિ અને 12 હજાર કરતા વધુ સાર્વજનિક ગણપતિ મૂર્તિની નોંધ છે. એમાં 99.99 ટકા મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસ એટલે કે પીઓપીથી તૈયાર કરવામાં આવી હોય છે. પીઓપીની આટલી બધી મૂર્તિઓનું વિસર્જન સમુદ્ર, ખાડી, તળાવમાં કરવામાં આવે છે. તેથી પીઓપીની ગણપતિ મૂર્તિના બદલે શાડુની માટીની મૂર્તિઓ તથા નાના આકારની મૂર્તિઓ બનાવવા કેન્દ્રિય અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ મંડળ સહિત મુંબઈ મહાપાલિકા આગ્રહી છે. તેથી મુંબઈમાં પીઓપીની મૂર્તિઓ પર બંધી મૂકવાની ભૂમિકા મહાપાલિકાએ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...