અનેક ચર્ચાઓ:મંત્રીમંડળના વિસ્તરણ અંગે રાજ્યપાલને ફરિયાદ કરીશું

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારના જીઆરના આંકડા વાસ્તવિક લાગતા નથી : અજિત પવાર

રાજ્યમાં નવી સરકાર આવ્યા બાદ હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ થયું ન હોવાથી અનેક ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે રાજ્યમાં એક મહિના પછી પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું ન હોવાથી હવે અમે રાજ્યપાલને મળીને તેમની સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. રાજ્ય વિધાનસભાનું સત્ર (મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર) સ્થગિત કરવામાં આવ્યું છે.

પવારે નારાજી વ્યક્ત કરી અને સરકારની ટીકા કરી હતી.વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે મંગળવારે રાજ્યમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ અને કેબિનેટ વિસ્તરણના મુદ્દે સરકારની ટીકા કરી હતી. હાલમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા જીઆરના આંકડા બહાર આવી રહ્યા છે. મને નથી લાગતું કે આ આંકડાઓ વાસ્તવિક છે. હાલમાં ઘણી ફાઈલો સહી ન હોવાથી પેન્ડિંગ છે.

ઘણા બધા ખાતા મુખ્ય મંત્રી પાસે છે. મુખ્ય મંત્રી પાસે ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન આપવાનો સમય નથી. નવી સરકારના શપથ લીધાને એક મહિનો થઈ ગયો છે. જોકે હજુ સુધી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી. કદાચ તેમને કોઈ સમસ્યા છે. ઘણા લોકોને મંત્રીપદના વચનો આપવામાં આવ્યા છે, પરંતુ તે પૂરા થઈ શકે એમ નથી, તેથી કોઈ સમસ્યા હોવી જોઈએ, એમ પવારે જણાવ્યું હતું.

ફડણવીસ પાસે કોઈ સત્તા નથી
અજિત પવારે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહને એક મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ પણ કેબિનેટનું વિસ્તરણ થયું નથી. હજુ પણ ઉપ મુખ્ય મંત્રીને સહી કરવાની સત્તા આપવામાં આવી નથી, જેથી દરેક ફાઈલ મુખ્ય મંત્રી પાસે જઈ રહી છે. ઘણી ફાઈલો હજુ પેન્ડિંગ છે. આના કારણે ઘણા કામો અટકી ગયા છે અને લોકો પરેશાન છે.

વિધાનસભાનું સત્ર ક્યારે?
સરકાર બન્યાના એક મહિના પછી પણ સત્રની તારીખ જાહેર કરવામાં આવી નથી. અમે સોમવારે વિધાનસભા અધ્યક્ષને મળ્યા છે. વિધાનસભા અધ્યક્ષને અનુકૂળ સમયે સત્ર યોજવા વિનંતી કરી છે. જોકે હાલમાં માત્ર તારીખ પે તારીખ ચાલી રહી છે, એવી ટીકા પણ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...