રાજકારણ:અમે ભાજપને જમીન પર લાવીને રહીશું; પેડણેકરની તીખી પ્રતિક્રિયા

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિવસેનાએ મહાપાલિકાની ચૂંટણી માટે 150નો પહેલો સ્લોગન આપ્યો છે. અમિત શાહ કેન્દ્રીય નેતા છે, તેમનું 150નું સૂત્ર આપવું એ અમારી નકલ છે. દિલ્હીથી લઈને શેરી સુધી બધાને ખબર છે કે કોણ ધમકીઓ આપી રહ્યું છે. મુંબઈગરાને તમારી ધમકીઓ અને ખોખાં જોઈતા નથી. અમે શરૂઆતથી જમીન પર છીએ, અમને બતાવો કે તમે કઈ જમીન પર છો, તમે આકાશમાં છો, અમે તમને જમીન પર લાવીશું, એમ શિવસેનાનાં ઉપનેતા કિશોરી પેડણેકરે પ્રતિક્રિયા આપી હતી.મુંબઈગરાને તેમની રોજિંદી સમસ્યાઓના નિરાકરણ માટે કોણ મળે છે તે મહત્ત્વનું છે.

અમારા શાખા પ્રમુખ મુંબઈના લોકોને સૌથી પહેલા મળે છે. શિવસેના મુંબઈગરાની સમસ્યાઓ સમજે છે. તમારા ઇરાદા હવે તમામ રાજ્યો અને તમામ પક્ષો સમજી ગયા છે. ભાજપ તમામ પક્ષોને ખતમ કરીને પોતાનું રાજ્ય લાવવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ લોકો તેમનું સાચું સ્વરૂપ જાણી ચૂક્યા છે, એમ પેડણેકરે જણાવ્યું હતું.

શિવસેનાના નેતા ચંદ્રકાંત ખૈરેએ ચેતવણી આપી છે કે અમે વધુ સહન નહીં કરીએ. આખો દેશ કહી રહ્યો છે કે હવે ભાજપને જમીન બતાવવાનો સમય આવી ગયો છે. તેથી અમે તેમને જમીન બતાવીશું. શિવસેના અને મુંબઈના નાગરિકો વચ્ચેનો સંબંધ મજબૂત છે. મુંબઈના લોકો આભારી છે. દુષ્કાળમાં પણ મુંબઈને પીવાનું પાણી મળે છે. મુંબઈના નાગરિકો તે પાણી સાથે છેતરપિંડી નહીં કરે. લોકો જાણે છે કે ઉદ્ધવ ઠાકરેએ કોરોના દરમિયાન લોકોને કેવી રીતે મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...