પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ન કરનારા નાગરિકોનાં પાણી જોડાણને કાપી નાખવા માટે મીરા ભાયંદર મહાપાલિકા (એમબીએમસી)ને મોટો આંચકો મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર પંચે (એમએસએચઆરસી) આપ્યો છે. એમબીએમસીને મિલકત વેરાની ચુકવણી ન કરવાને કારણે હાઉસિંગ સોસાયટીઓનાં પાણી જોડાણને કાપી નાખવા અંગે મળેલી ફરિયાદના જવાબમાં MHHRCએ કોઈ પણ પાણીની લાઇનને ડિસ્કનેક્ટ ન કરવા માટે MBMCને એફિડેવિટ સુપરત કરવાનું કહ્યું છે.
એમએસએચઆરસીએ વીલ ચીફ અને એમબીવીવી (મીરા- ભાયંદર વસઇ- વિરાર) પોલીસ કમિશનરને અગાઉ આ મામલે 15 માર્ચે રૂબરૂ અથવા યોગ્ય અધિકૃત પ્રતિનિધિ મારફતે પંચ સમક્ષ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. ભાયંદરના એક રહેવાસીએ તેમની ફરિયાદમાં દલીલ કરી છે કે નાગરિક વહીવટી તંત્ર કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ગેરકાયદેસર રીતે લોકોની પાણીની લાઇન તોડી રહ્યું છે.
પાણી જેવી આવશ્યક ચીજવસ્તુને ડિસ્કનેક્ટ કરવાના કૃત્યને ગેરવસૂલી અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવતા, ફરિયાદીએ રોગચાળાને કારણે સામાન્ય નાગરિકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેના પર પણ ધ્યાન દોર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.