ભાસ્કર વિશેષ:કોલાબામાં ગંદા પાણીના રિસાઈકલિંગનો પ્રોજેક્ટ પૂર્ણ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ લગભગ 12 મિલિયન લીટર પીવાનું પાણી ઉપલબ્ધ થશે

મુંબઈ મહાપાલિકાનો કોલાબા ખાતેનો પ્રાયોગિક ધોરણે ગંદા પાણી પુનપ્રક્રિયા પ્રકલ્પ પૂરો થયો છે. આ પ્રકલ્પમાંથી દરરોજ લગભગ 12 મિલિયન લીટર પુનપ્રક્રિયા કરેલું પાણી ઉપલબ્ધ થશે. આ પાણી પીવા માટે વાપરવામાં આવશે. પ્રકલ્પ ચલાવવા મહાપાલિકાએ ટેંડર મગાવ્યા છે. ગંદા પાણી પુનપ્રક્રિયા માટે લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. ગંદા પાણીમાંથી પીવાનું પાણી ઉપલબ્ધ કરનારી મુંબઈ મહાપાલિકા દેશની પ્રથમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે.

મુંબઈ મહાપાલિકા તરફથી દરરોજ 3 હજાર 850 મિલિયન લીટર પાણી પુરવઠો કરવામાં આવે છે. એમાંથી લગભગ 2 હજાર મિલિયન કરતા વધુ પાણી ગંદા પાણીના સ્વરૂપે સમુદ્રમાં વહી જાય છે. આ ગંદા પાણીના કારણે સમુદ્રના પ્રદૂષણમાં વધારો થતો હોવાથી રાષ્ટ્રીય હરિત લવાદ અને કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે મહાપાલિકાને ગંદા પાણી પુનપ્રક્રિયા પ્રકલ્પ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.

એ અનુસાર મુંબઈમાં વરલી, બાન્દરા, ધારાવી, વર્સોવા, ઘાટકોપર, ભાંડુપ અને મલાડ એમ સાત ઠેકાણે ગંદા પાણી પુનપ્રક્રિયા પ્રકલ્પ ઊભા કરવામાં આવશે. એમાંથી દરરોજ લગભગ 2 હજાર 464 મિલિયન લીટર ગંદા પાણી પર પુનપ્રક્રિયા કરવામાં આવશે. આ પ્રકલ્પ ઊભા કરવા પહેલાં મહાપાલિકાએ કોલાબા ખાતે પ્રાયોગિક ધોરણે ગંદા પાણીનો પુનપ્રક્રિયા પ્રકલ્પ શરૂ કર્યો હતો. એ પૂરો થયો છે.

ઉનાળાના દિવસોમાં લગભગ 37 મિલિયન લીટર અને ચોમાસામાં 25 મિલિયન લીટર ક્ષમતાનો આ પ્રકલ્પ છે જેમાંથી પહેલા તબક્કામાં 12 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થશે. ગંદા પાણી પર તૃતીય સ્તરની પ્રક્રિયા કરીને ઉપલબ્ધ થનારું આ પાણી કોલાબા એ વોર્ડમાં પીવા માટે વાપરવાનું પ્રસ્તાવિત છે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી હતી. ગંદા પાણીનું સંકલન, પ્રક્રિયા અને નાશ એવા સ્વરૂપનો આ પ્રકલ્પ છે. આ પ્રકલ્પના લીધે દક્ષિણ મુંબઈમાં પીવાના પાણીની ઘણી બચત થશે એવો વિશ્વાસ મહાપાલિકાએ વ્યક્ત કર્યો હતો.

દરરોજની માગ સાડા ચાર હજાર મિલિયન લીટર : મુંબઈમાં વધતી લોકસંખ્યાની સરખામણીએ અત્યાર થતો પાણી પુરવઠો ઓછો પડે છે. અત્યારની દરરોજની માગ સાડા ચાર હજાર મિલિયન લીટર છે. એના પર ઉપાયયોજના કરવા મહાપાલિકા વિવિધ સ્તરે પ્રયત્ન કરે છે. કુદરતી જલસ્ત્રોત પર ગંદા પાણીની અસર ઓછી કરવા કોલાબાના અત્યારના પ્રકલ્પની ગુણવત્તા હજી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. ગંદા પાણીને પીવા યોગ્ય પાણીની ગુણવત્તા મળે એ માટે પ્રક્રિયા કરવી અને એનો પુનર્ઉપયોગ કરવો એ ઉદ્દેશ છે.

પાણીનો અભ્યાસ કરવામાં આવશે
લગભગ 15 વર્ષ માટે આ પ્રકલ્પ ચલાવવા માટે આપવામાં આવશે. પ્લાન્ટ ડીઝાઈન કરવો, તૈયાર કરવો, ચલાવવો તેમ જ મેઈનટેઈન તથા પ્રસ્તાવિત પ્લાન્ટની ડીઝાઈન બનાવવાનું કામ અપેક્ષિત છે. પ્રકલ્પની ડીઝાઈન અને બાંધકામ માટે ચોમાસા સાથે 27 મહિનાનો કરાર કરવામાં આવશે. ગંદા પાણી પર પુનપ્રક્રિયા પછી ઉપલબ્ધ થયેલ પાણી પીવા માટે વાપરતા શું ધ્યાન રાખવું, પાણીમાં રહેલા ઝેરી કે રાસાયણિક ઘટકનો અભ્યાસ કરવા વધુ એક ટેંડર મગાવવામાં આવશે. આગામી બે વર્ષમાં આ પ્રકલ્પ શરૂ થશે એમ મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...