ભાસ્કર વિશેષ:યુદ્ધજહાજ તારાગિરિનું જળાવતરણ કરાયું

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહના પત્ની દ્વારા નામકરણ કરવામાં આવ્યું

મઝગાવ ડોક શીપબિલ્ડર્સ લિ. દ્વારા પ્રોજેક્ટ 17એ હેઠળ નિર્મિત ત્રીજા યુદ્ધજહાજ તારાગિરિનું જળાવતરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી બ્રિટનના રાણી એલિઝાબેથ-2ના નિધનના કારણે 11 સપ્ટેમ્બરના રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હોવાથી તારાગિરિનું જળાવતરણ અત્યંત મર્યાદિત સ્વરૂપે કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ જળાવતરણ ભરતી પર આધારિત હોવાથી કાર્યક્રમના શેડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.

આ યુદ્ધજહાજનું નામકરણ વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહના પત્ની શ્રીમતી ચારુ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું જે આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા. ઉપરાંત વાઈસ એડમિરલ નારાયણ પ્રસાદ, મઝગાવ ડોક લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વાઈસ એડમિરલ કે.એમ. દેશમુખ સહિત બીજા મહાનુભવો હાજર હતા.

યુદ્ધજહાજ પ્રોજેક્ટ 17એ તારાગિરિનું વજન આશરે 3510 ટન છે. તે ભારતીય નૌકા દળની ઘરની ડિઝાઈન સંસ્થા બ્યુરો ઓફ નેવલ ડિઝાઈન દ્વારા ડિઝાઈન કરાયું છે. એમડીએલ ડિઝાઈન અને નિર્માણ કરી રહી છે, જ્યારે મુંબઈની વોરશિપ ઓવરસીઈંગ ટીમ તેની પર દેખરેખ રાખી રહી છે.149.02 મીટર લાંબા અને 17.8 મીટર પહોળા આ જહાજમાં બે ગેસ ટર્બાઈન અને 2 મુખ્ય ડિઝલ એન્જિનનું સંયોજન છે.

તે 28 દરિયાઈ માઈલની ગતિથી દોડી શકે છે. આ ઘરઆંગણે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટમાં અત્યાધુનિક શસ્ત્રો, સેન્સરો, આધુનિક કૃતિ માહિતી પ્રણાલી, અખંડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ, વિશ્વ કક્ષાની મોડ્યુલર લિવિંગ સ્પેસીસ, અત્યાધુનિક વીજ વિતરણ પ્રણાલી અને ઘણા બધી અન્ય અત્યાધુનિક ફીચર્સથી સમૃદ્ધ છે.તેમાં સુપરસોનિક સરફેસ-ટુ- સરફેસ મિસાઈલ સિસ્ટમ ફિટ કરાશે. શત્રુનાં વિમાનો અને એન્ટી- શિપ ક્રુઝ મિસાઈલના ખતરાને ખાળી શકાય તે રીતે તેને તૈયાર કરવામાં આવ્યું છે.

આશરે 75 ટકા ઘરઆંગણાની કન્ટેન્ટ તેમાં છે. દેશના મુખ્ય ઔદ્યોગિક ગૃહો અને 100થી વધુ એમએસએમઈ પાસેથી ઉપકરણો અને યંત્રો સ્રોત કરાયા છે, જે સરકારની મેક ઈન ઈન્ડિયા પોલિસી પર ભાર આપે છે.એમડીએલ દ્વારા અખંડ નિર્માણ હાથ ધરવા માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એકમમાં આધુનિકીકરણ હાથમાં લેવાયું છે, જેને લીધે તેની નિર્માણ ક્ષમતા 10 કેપિટલ વોરશિપ્સ અને 11 સબમરીન સુધી વધી છે.

અન્ય સમાચારો પણ છે...