ભાસ્કર વિશેષ:મહાબળેશ્વરમાં અખરોટની ખેતીનો પ્રયોગ સફળ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસર, લાલ અને કાળા ઘઉં, ભૂરા ભાતની ખેતીથી હિલસ્ટેશનની આગવી ઓળખ

રાજ્યનું લોકપ્રિય હિલ સ્ટેશન અને કુદરતી વૈવિધ્યથી ભરપુર મહાબળેશ્વરની પર્યટન સાથે સ્ટ્રોબેરી, કેસર, લાલ ઘઉં, કાળા ઘઉં, ભૂરા ભાત જેવા ઉત્પાદનમાં નોખી ઓળખ ઊભી થઈ છે. મહારાષ્ટ્રના મિની કાશ્મીર તરીકે ઓળખાતા મહાબળેશ્વરમાં હવે અખરોટ ખેતી થવા માંડી છે. આમ તો કાશ્મીરમાં અખરોટની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. એ જ પ્રમાણે મહાબળેશ્વર કૃષિ વિભાગના માધ્યમથી ખેડૂતોમાં નવી ચેતના નિર્માણ કરીને કરવામાં આવેલો નવો પ્રયોગ સફળ થયો છે. મહાબળેશ્વર અને પંચગીનીમાં અખરોટની ખેતીમાં સફળતા મળી છે.

મહાબળેશ્વર તાલુકાના ખેડૂતો નવી ટેકનોલોજી સ્વીકારીને એને ખેતીમાં લાગુ કરવા માંડ્યા છે. ખેતીમાં નવા નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મિની કાશ્મીર તરીકે ઓળખાતા મહાબળેશ્વરમાં કેસરની ખેતી પછી અખરોટની ખેતીમાં ખેડૂતોને સફળતા મળી છે. કૃષિ વિભાગના અનુભવમાંથી નવા નવા પ્રયોગ મહાબળેશ્વરના ખેડૂતો અમલમાં મૂકી રહ્યા છે. કાશ્મીરની કેસરની વિશ્વમાં સર્વોતમ કેસર તરીકે નામના છે. એ સાથે કાશ્મીરમાં ઉગતા અખરોટ પણ વિશ્વમાં ઉત્તમ પ્રકારના ગણાય છે. હવે પર્યટકોને મહાબળેશ્વરના અખરોટ પણ ખાવા મળશે.

મહાબળેશ્વર સમુદ્રસપાટીથી 1 હજાર 500 મીટર ઉંચે હોવાથી ત્યાંનું વાતાવરણ અખરોટ માટે પોષક છે. અખરોટની અંદરનો ભાગ 2000થી 2200 રૂપિયે કિલો વેચાય છે. તેથી કેસર અને અખરોટના ઉત્પાદન પછી મહાબળેશ્વરના ખેડૂતો માટે ખેતીમાં આધુનિક ક્રાંતી લાવીને લાઈફસ્ટાઈલ સુધરવી શક્ય થશે. મહાબળેશ્વરમાં કૃષિ ક્ષેત્રમાં વિવિધ વાવેતરના પ્રયોગ સફળ કરીને દેખાડનાર કૃષિ સુપરવાઈઝર દીપક બોર્ડે મહારાષ્ટ્રમાં પ્રથમ વખત અખરોટના વાવેતરનો પ્રયોગ સફળ કરી દેખાડ્યો છે.

અખરોટનું વાવેતર
મહાબળેશ્વર તાલુકાના બુરડાણી, તળદેવ, મહાબળેશ્વર, ઝાંજવાડ વગેરે ગામમાં કરવામાં આવી છે. છોડનો ઉછેર ઘણો સારો છે. અખરોટ રોપા હિમાચલ પ્રદેશથી લાવવામાં આવ્યા છે. લગભગ 50 રોપાઓનું વાવેતર પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. અખરોટના ઝાડને પાંચથી છ વર્ષ બાદ ફળ આવે છે. અત્યારે અખરોટના છોડ ત્રણથી ચાર ફૂટ ઉંચા ઉછર્યા છે. એક ઝાડમાંથી લગભગ 25 થી 35 કિલો અખરોટ મળે છે.

અન્ય સમાચારો પણ છે...