• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • Vivekananda Education Societies College Of Arts, Science And Commerce In Association With Global Gyan Academy To Introduce New Age Autonomous Courses

રોજગારના રસ્તા ખુલશે:વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીઝ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ દ્વારા નવા યુગનો સ્વાયત્ત અભ્યાસક્રમો રજૂ કરવા ગ્લોબલ જ્ઞાન એકેડેમી સાથે જોડાણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: પ્રતિકરૂપ શૈક્ષણિક સંસ્થા વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીઝ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ (સ્વાયત્ત) દ્વારા અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ- ગ્રેજ્યુએટ ડિગ્રી સહિત નવા સ્વાયત્ત અભ્યાસક્રમો રજૂ કરવા માટે અગ્રણી વ્યાવસાયિક અભ્યાસ પેઢી ગ્લોબલ જ્ઞાન એકેડેમી ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસક્રમો સાનુકૂળ, આધ્યાત્મિક અને ઉત્તમ રીતે તૈયાર કરતા અભ્યાસક્રમ થકી ઉદ્યોગોમાં પ્રતિભાની આવશ્યકતાઓને પહોંચી વળવાનું લક્ષ્ય ધરાવે છે. આ ભાગીદારી સાથે ભારતના બે શૈક્ષણિક દિગ્ગજોના જોડાણથી વિદ્યાર્થીઓને રોજગાર અને વેપાર સાહસિકતા માટે તૈયાર કરવામાં આવશે.

નવા અભ્યાસક્રમ ઉદ્યોગલક્ષી, કાર્ય અખંડિતતા, એનઈપી (ન્યૂ એજ્યુકેશન પોલિસી) આસપાસ તૈયાર કરાયા હોઈ ઓટોમેશન, ડેટા સાયન્સ, ડેટા એનલાઈટિક્સ, ઈકોમર્સ, ગવર્નન્સ તેમ જ બેન્કિંગ અને ફાઈનાન્સ જેવાં મુખ્ય ક્ષેત્રોમાં મોડ્યુલ સાથે સુમેળ કરવામાં આવ્યો છે. આ નવીનતાસભર કોર્સ ઊભરતા ઉદ્યોગોમાં નવી કારકિર્દીની તકોનો લાભ લેવા માટે ભાવિ કાર્યબળ તૈયાર કરવા વિકસાવવામાં આવ્યા છે. નવા કાર્યક્રમનું લક્ષ્ય કોલેજથી ક્યુબિકલ સુધી ભારતના અંતરને દૂર કરવાનું છે. પારંપરિક અભ્યાસ સાથે આ અભ્યાસક્રમ જોડાણ અને આગેવાની કુશળતા, ઊભરતી ટેકનોલોજીઓના એપ્લિકેશન, સુધારિત સંદેશવ્યવહાર અને સમજાવટ અને ગેસ્ટ સેશન્સ, પ્રોજેક્ટ્સ અને ઈન્ટર્નશિપ્સ થકી કોર્પોરેટ જગત સાથે સહભાગ જેવા ઘણા બધા લાભો પૂરા પાડશે.

આ સ્વાયત્ત અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું ટૂંક સમયમાં શરૂ કરાશે. વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રવાહ, બોર્ડ અન સંસ્થામાંથી 12મા ધોરણની પરીક્ષા પૂરી કરી હોય તેઓ આ અભ્યાસક્રમ માટે પાત્ર બનશે.

આ અભ્યાસક્રમો રજૂ કરવા વિશે બોલતાં વીઈએસ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનિતા પવારે જણાવ્યું હતું કે, "કંપનીઓને હવે અવરોધિત વ્યાવસાયિકો જોઈતા નથી. અમે ઉદ્યોગ સાથે નિકટતા કેળવવા માટે છેલ્લાં બે વર્ષથી સખત મહેનતલીધી છે. ગ્લોબલ જ્ઞાન સાથે ભાગીદારીમાં અમારા આ નવા અભ્યાસક્રમોની રજૂઆત આ પ્રયાસોનો દાખલો છે."

"પ્રતિભા માટેની રેસ હવે વૈશ્વિક બની ચૂકી છે. વીઈએસ અને ગ્લોબલ જ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમો દેશના યુવાનોમાં વ્યાપક કુશળતાનું અંતર દૂર કરશે. આ નવીનતાસભર કોર્સ હાથોહાથની તાલીમનું સંમિશ્રિત મોડેલ છે અને ઉદ્યોગના ધોરણની સામગ્રી વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઓટોમેશન, ઈન્ડસ્ટ્રી 4.0 અને ઈલેક્ટ્રોનિક્સ જેવા ઉદ્યોગોમાં ઉચ્ચ માગણીની કારકિર્દીની તકો માટે તૈયાર કરશે," એમ તેમણે ઉમેર્યું હતું.

વીઈએસ સાથે ભાગીદારી પર બોલતાં ગ્લોબલ જ્ઞાનના સીઈઓ અને સ્થાપક શ્રીનિવાસ અડેપલ્લીએ જણાવ્યું હતું કે, "ભારતની પ્રતિભાનું અંતર હવે કોર્પોરેટ અને શૈક્ષણિક જગત વચ્ચે એકત્રિત અભિગમ થકી જ દૂર કરી શકાશે. અમને આપણા યુવાનો ભાવિ તૈયાર કરવા માટે અભ્યાસક્રમો નિર્માણ કરવા ભારતની સૌથી પ્રાચીન અને પ્રતિષ્ઠિત સંસ્થામાંથી એક વીઈએસ સાથે ભાગીદારી કરવાની બેહદ ખુશી છે."

વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટીઝ કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ " એ '' ગ્રેડ સાથેની એનએએસી એક્રેડિટેડ કોલેજ છે, જે મુંબઈ યુનિવર્સિટી સાથે કાયમી સંલગ્નિત છે. સંસ્થાને શિક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે યુજીસી અને મુંબઈ યુનિવર્સિટી દ્વારા સ્વાયત્ત દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. પોતાની છાવણીમાં 14 કોલેજ સાથે મુંબઈ યુનિવર્સિટીની અગ્રણી કોલેજમાંથી એક વીઈએસ યુનાઈટેડ નેશન્સના ગ્લોબલ કોમ્પેક્ટ પીઆરએમઈ- પ્રિન્સિપલ્સ ફોર રિસ્પોન્સિબલ મેનેજમેન્ટ એજ્યુકેશનની ગૌરવશાળી સહીકર્તા પણ છે. વિવિધ કારકિર્દીના પંથ અપનાવતા વિદ્યાર્થીઓની વધતી જરૂરતને પહોંચી વળવા માટે વિશ્વ કક્ષાની સંસ્થા નિર્માણ કરતી વીઈએસ 29 અભ્યાસક્રમો સાથે શિક્ષણ માટે વ્યાપક ઈકોસિસ્ટમમાં ઉત્ક્રાંતિ પામી છે, જેમાં 17 અંડર ગ્રેજ્યુએટ, 9 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3 પીએચડી અભ્યાસક્રમનો સમાવેશ થાય છે.

વીઈએસ વિશેઃ વિવેકાનંદ એજ્યુકેશન સોસાયટી અથવા વીઈએસે 1962માં નાના પાયે શરૂઆત કરી હતી. સમાજસેવક અને સ્થાપક શ્રી હાશી અડવાનીના ધ્યેય અનુસાર વીઈએસ મુંબઈ શહેરમાં કુલ 26 સંસ્થા ચલાવે છે, જ્યાં બધાને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે. સંસ્થા એ ગ્રેડ સાથે એનએએસી એક્રેડિટેડ હોઈ મુંબઈ યુનિવર્સિટી સાથે કાયમી સંલગ્નિત છે. સંસ્થાને શિક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે યુજીસી અને મુંબઈ યુનિવર્સિટી દ્વારા સ્વાયત્ત દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. મુંબઈ યુનિવર્સિટી દ્વનારા તેને ઉત્તમ કોલેજનો પુરસ્કાર પણ અપાયો છે. પોતાની છાવણીમાં 14 કોલેજ સાથે મુંબઈ યુનિવર્સિટીની અગ્રણી કોલેજમાંથી એક વીઈએસ યુનાઈટેડ નેશન્સના ગ્લોબલ કોમ્પેક્ટ પીઆરએમઈ- પ્રિન્સિપલ્સ ફોર રિસ્પોન્સિબલ મેનેજમેન્ટ એજ્યુકેશનની ગૌરવશાળી સહીકર્તા પણ છે. વિવિધ કારકિર્દીના પંથ અપનાવતા વિદ્યાર્થીઓની વધતી જરૂરતને પહોંચી વળવા માટે વિશ્વ કક્ષાની સંસ્થા નિર્માણ કરતી વીઈએસ 29 અભ્યાસક્રમો સાથે શિક્ષણ માટે વ્યાપક ઈકોસિસ્ટમમાં ઉત્ક્રાંતિ પામી છે, જેમાં આર્કિટેક્ચર, ટેકનોલોજી, બિઝનેસ મેનેજમેન્ટ, પોલીટેક્નિક, ફાર્મસી, લો, એડવર્ટાઈઝિંગ અને પત્રકારત્વ, સાઈકોલોજી અને વોકેશનલ કોર્સ વગેરે સહિતમાં 17 અંડર ગ્રેજ્યુએટ, 9 પોસ્ટ ગ્રેજ્યુએટ અને 3 પીએચડી અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. ભણવાના એક મુદ્દાની એકાગ્રતાની સમૃદ્ધ સંસ્કૃતિને લીધે વીઈએસમાં આજે 18,000થી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે પ્રવેશ લે છે અને સેંકડો ફેકલ્ટીઓ, સ્ટાફ અને એલુમની સાથે તે સ્વર્ણિમ સમુદાય ધરાવે છે.

વધુ માહિતી માટે: https://ves.ac.in/

ગ્લોબલ જ્ઞાન એકેડેમી વિશેઃ ગ્લોબલ જ્ઞાન એકેડેમી ઓફ મેનેજમેન્ટ એજ્યુકેશન મેનેજરો અને વિદ્યાર્થીઓને ઉદ્યોગના આગેવાનો પાસેથી શીખ અને તૈયાર કરવા સાથે તેમની કારકિર્દીમાં પ્રગતિ કરવા મદદરૂપ થતું અભ્યાસ મંચ છે. તેના ડિજિટલ અભ્યાસક્રમ થકી ફેકલ્ટી પ્રેરિત વર્કશોપ અને કોચિંગ સાથે ગ્લોબલ જ્ઞાન ભારતની સૌથી વિશાળ કોર્પોરેટ્સ અને કોલેજના 20,000થી વધુ વ્યાવસાયિકો ધરાવે છે, જેઓ 2015થી તેમની વેપારી સૂઝબૂઝ અને આગેવાની ક્ષમતાઓ નિર્માણ કરે છે. કંપનીના રોકાણકારોમાં રતન તાતા, ડો. જગદીશ શેઠ અને ભારત અને દરિયાપારના અનેક અન્ય વેપાર આગેવાનોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...